આ ટુર્નામેન્ટમાં ૨૦૧૪ની T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ શ્રીલંકાને હરાવીને બંગલાદેશે વિજયી શરૂઆત કરી છે
શ્રીલંકા અને બંગલાદેશ વચ્ચેની મૅચ હારી ગયા પછી ગંભીર ચિંતામાં દેખાતા શ્રીલંકાના પ્લેયર્સ
બંગલાદેશે T20 વર્લ્ડ કપ 2024ની પંદરમી મૅચ શ્રીલંકા સામે બે વિકેટે જીતીને ટુર્નામેન્ટમાં મોટો અપસેટ સરજ્યો હતો. પ્રથમ બૅટિંગ કરતાં શ્રીલંકાએ ૨૦ ઓવરમાં નવ વિકેટ ગુમાવીને ૧૨૪ રન બનાવ્યા હતા. જવાબમાં બંગલાદેશે ૧૯ ઓવરમાં આઠ વિકેટે ૧૨૫ રન બનાવ્યા હતા અને બે વિકેટે મૅચ જીતી લીધી હતી. આ ટુર્નામેન્ટમાં ૨૦૧૪ની T20 વર્લ્ડ કપ ચૅમ્પિયન ટીમ શ્રીલંકાને હરાવીને બંગલાદેશે વિજયી શરૂઆત કરી છે. શ્રીલંકાની આ બીજી હાર છે.
આ પહેલાં એણે સાઉથ આફ્રિકા સામે છ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.

