T20 મુંબઈ લીગ 2025 માટે ૨૮૦ પ્લેયર્સનું ઑક્શન યોજાશે. આઠ ટીમોએ ૨૦ લાખ રૂપિયાની કિંમતમાં પોતપોતાના આઇકન એટલે કે મુખ્ય પ્લેયર્સ સિલેક્ટ કરી લીધા છે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
આજે T20 મુંબઈ લીગ 2025 માટે ૨૮૦ પ્લેયર્સનું ઑક્શન યોજાશે. આઠ ટીમોએ ૨૦ લાખ રૂપિયાની કિંમતમાં પોતપોતાના આઇકન એટલે કે મુખ્ય પ્લેયર્સ સિલેક્ટ કરી લીધા છે. દરેક ટીમ પોતાની સ્ક્વૉડ તૈયાર કરશે જેમાં ઓછામાં ઓછા ૧૮ સભ્યોમાં ચાર સિનિયર પ્લેયર્સ, ઓછામાં ઓછા પાંચ ઇમર્જિંગ પ્લેયર્સ અને પાંચ ડેવલપમેન્ટ (ઓછા અનુભવી) પ્લેયર્સનો સમાવેશ કરવો આવશ્યક છે.
સિનિયર પ્લેયર્સ માટે પાંચ લાખ રૂપિયા, ઇમર્જિંગ પ્લેયર્સ માટે ત્રણ લાખ રૂપિયા અને ડેવલપમેન્ટ પ્લેયર્સ માટે બે લાખ રૂપિયાની બેઝ પ્રાઇસ નક્કી કરવામાં આવી છે. દરેક ટીમે સીઝન માટે તેમના ૧ કરોડ રૂપિયાના પર્સમાંથી ઓછામાં ઓછા ૮૦ લાખ રૂપિયા ઑક્શનમાં ખર્ચ કરવા પડશે. આ ટુર્નામેન્ટની ત્રીજી સીઝન આગામી ૨૬ મેથી ૮ જૂન વચ્ચે વાનખેડે સ્ટેડિયમમાં યોજાવાની છે.


