Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > Sports Updates: GT મોડી પહોંચી હોવાથી ફાઇનલ મૅચ રીશેડ્યુલ થવી જોઈતી હતી: ગાવસકર

Sports Updates: GT મોડી પહોંચી હોવાથી ફાઇનલ મૅચ રીશેડ્યુલ થવી જોઈતી હતી: ગાવસકર

Published : 02 June, 2026 12:41 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શુક્રવારે ન્યુ ચંડીગઢના મુલ્લાંપુરમાં ક્વૉલિફાયર 2 જીતનાર ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદમાં છેક શનિવારે રાતે ૧૦.૩૦થી ૧૧ વાગ્યા દરમ્યાન પહોંચી હતી. ફાઇનલ મૅચના દિવસે જ તેમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વૉર્મ-અપ અને પ્રૅક્ટિસ કરવાની તક મળી હતી.

ગાવસકર

ગાવસકર


શુક્રવારે ન્યુ ચંડીગઢના મુલ્લાંપુરમાં ક્વૉલિફાયર 2 જીતનાર ગુજરાત ટાઇટન્સની ટીમ અમદાવાદમાં છેક શનિવારે રાતે ૧૦.૩૦થી ૧૧ વાગ્યા દરમ્યાન પહોંચી હતી. ફાઇનલ મૅચના દિવસે જ તેમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વૉર્મ-અપ અને પ્રૅક્ટિસ કરવાની તક મળી હતી.

ગુજરાત ટાઇટન્સની ટીમ શનિવારે બપોરે ચંડીગઢથી ચાર્ટર્ડ ફ્લાઇટમાં બેસીને સાંજ સુધીમાં અમદાવાદ આવવાની હતી. જોકે ઉત્તર-પશ્ચિમ ભારતમાં ખાસ કરીને પંજાબમાં ભારે વરસાદ અને તોફાની પરિસ્થિતિને કારણે ઍરપોર્ટની કામગીરી ખોરવાઈ ગઈ અને ચંડીગઢથી અનેક ફ્લાઇટ્સના પ્રસ્થાનમાં વિલંબ થયો.

ત્રણ અલગ-અલગ સ્થળોએ પ્લેઑફ મૅચનું આયોજન થયું હોવાથી પહેલી વાર કોઈ ટીમને ફાઇનલના એક દિવસ પહેલાં મુસાફરી કરવી પડી હતી. સામાન્ય રીતે ક્વૉલિફાયર 2 અને ફાઇનલ મૅચનાં વેન્યુ એકસરખાં રાખવામાં આવ્યાં હતાં. ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસકરે આ મુદ્દે નિરાશા વ્યક્ત કરીને ફાઇનલ મૅચ રીશેડ્યુલ કરવાની સલાહ આપી હતી.

આ બાબતે સુનીલ ગાવસકરે કહ્યું હતું કે ‘એમાં કોઈ શંકા નથી કે ગુજરાતના ખેલાડીઓને આરામની જરૂર હતી. ફ્લાઇટ ક્યારે ઊપડશે એની પાકી ખબર ન હોવાથી ખેલાડીઓમાં ગભરાટ અને ચિંતાનો માહોલ હશે. શારીરિકની સાથે માનસિક થાકને કારણે તેમનો મૂડ ઑફ થયો હશે. મને લાગે છે કે ફાઇનલ મૅચ સોમવારે રીશેડ્યુલ કરવી જોઈતી હતી. એનાથી ગુજરાતના ખેલાડીઓ સાથે ન્યાય થયો હોત.’

ભારતીય ક્રિકેટ બોર્ડે બૅન્ગલોર પાસેથી ફાઇનલ મૅચની યજમાની છીનવીને અન્યાય કર્યો : ડી.કે. શિવકુમાર
રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સતત બીજી વખત IPL ટાઇટલ જીત્યું એ બાબતે ખુશી વ્યક્ત કરીને કર્ણાટકના ભાવિ મુખ્ય પ્રધાન ડી.કે. શિવકુમારે એક નિરાશા પણ વ્યક્ત કરી હતી. શિવકુમારે સોશ્યલ મીડિયા પર લખ્યું કે ‘સતત બીજું IPL ટાઇટલ જીતીને બૅન્ગલોરની ટીમે ઇતિહાસ રચ્યો છે. ધીરજ, સંયમ અને ચૅમ્પિયનની સાચી ભાવનાથી ટીમે ફરી એકવાર બૅન્ગલોરને ગૌરવ અપાવ્યું છે. ખેલાડીઓ, કોચ, સપોર્ટ-સ્ટાફ અને લાખો ચાહકોને અભિનંદન જેઓ દરેક પગલે ટીમની સાથે ઊભા રહ્યા.’

પત્રકારો સાથે વાતચીત દરમ્યાન ડી.કે. શિવકુમારે  કહ્યું હતું કે ‘બૅન્ગલોરની તમામ હોમ-મૅચ અને ફાઇનલ બૅન્ગલોરમાં જ યોજાવી જોઈતી હતી. અમારી સાથે અન્યાય થયો છે. રાજકારણને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે મૅચો અન્ય વેન્યુ પર ખસેડી.’

બૅન્ગલોરની બે હોમ-મૅચ રાયપુરમાં રમાઈ હતી, જ્યારે વહીવટી સંઘર્ષને કારણે એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પાસેથી ક્વૉલિફાયર અને ફાઇનલ મૅચની યજમાની છીનવી લેવામાં આવી હતી.

 ગયા વર્ષે નાસભાગમાં જીવ ગુમાવનાર ૧૧ દિવંગતોને અમે આ ટ્રોફી સમર્પિત કરીએ છીએ. તેઓ માત્ર અમારા ફૅન્સ નહોતા, અમારી ટીમ માટે ફૅમિલી-મેમ્બર હતા. 
- બૅન્ગલોરનો કૅપ્ટન રજત પાટીદાર

ટોટલ રન, સદી, સિક્સ, ફોર... બધી રીતે રેકૉર્ડ-બ્રેક રહી IPL 2026
27,450: આટલા રન સાથે IPL 2026 સૌથી વધુ રનવાળી સીઝન બની

2332: આટલી હાઇએસ્ટ ફોર જોવા મળી એક IPL સીઝનમાં

1426: આટલી સૌથી વધુ સિક્સ ફટકારી બૅટર્સે IPL 2026માં

15: IPL 2026માં સૌથી વધુ આટલી વ્યક્તિગત સદી જોવા મળી

65: આટલા સૌથી વધુ ૨૦૦ પ્લસ રનના ટોટલવાળી સીઝન જોવા મળી

17: સૌથી વધુ આટલી વખત ૨૦૦ પ્લસ રનના ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ થયા

9.88: IPL 2026માં આટલા ઍવરેજ રન જોવા મળ્યા દરેક ઓવરમાં

31.26: દરેક વિકેટ પહેલાં હાઇએસ્ટ ઍવરેજ આટલા રન બન્યા આ સીઝનમાં


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2026 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK