ગાવસકરે રાજસ્થાનના વન્ડરબૉય વિશે ચેતવણી આપતાં કહ્યું...
ફાઇલ તસવીર
રાજસ્થાન રૉયલ્સનો ૧૪ વર્ષનો ઓપનર વૈભવ સૂર્યવંશી ગુજરાત ટાઇટન્સ સામે ૧૦૧ રનની ઐતિહાસ ઇનિંગ્સ રમ્યા બાદ બીજી જ મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે એક પણ રન કર્યા વગર ફાસ્ટ બોલર દીપક ચાહર સામે કૅચઆઉટ થયો હતો. ૭૫ વર્ષના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકરે આ યંગ ટૅલન્ટ વિશે મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
તેઓ કહે છે, ‘મને લાગે છે કે તે પોતાની રમતમાં વધુ સુધારો કરશે. રાહુલ દ્રવિડ સાથે બેસીને તે શીખી જશે કે તેની ઇનિંગ્સને કેવી રીતે ટેમ્પર કરવી. તે વધુ ને વધુ સારો થતો જશે. મારું માનવું છે કે આપણે તેની વધુ પડતી પ્રશંસા ન કરવી જોઈએ. વધુપડતાં વખાણ વૈભવ પર દરેક મૅચમાં મોટી ઇનિંગ્સ રમવાનું દબાણ લાવશે જે શક્ય નથી, કારણ કે બોલર્સ પાસે તેની રમતનો સામનો કરવા માટે પોતાની યોજનાઓ હશે. તે ચિંતા કરવાનું અને વસ્તુઓ વિશે વધુપડતું વિચારવાનું શરૂ કરી દેશે. જોકે ગંભીરતાથી કહું તો કોઈ પણ પ્લેયર જે T20 મૅચમાં ૫૦ કે ૬૦ રન બનાવે છે એના કરતાં તેણે સારું પ્રદર્શન કર્યું છે. આ સ્તરે સેન્ચુરી ફટકારવી ખરેખર મોટી વાત છે, ખાસ કરીને આજના જમાનાના શ્રેષ્ઠ બોલર્સ સામે.’
|
IPLમાં સેન્ચુરી બાદ ઝીરો |
|
|
યુસુફ પઠાણ |
૨૦૧૦ |
|
સુરેશ રૈના |
૨૦૧૩ |
|
શેન વૉટસન |
૨૦૧૮ |
|
વેન્કટેશ ઐયર |
૨૦૨૩ |
|
માર્કસ સ્ટૉઇનિસ |
૨૦૨૪ |
|
ઈશાન કિશન |
૨૦૨૫ |
|
વૈભવ સૂર્યવંશી |
૨૦૨૫ |
ADVERTISEMENT


