અર્જુન રણતુંગાએ તાજેતરમાં શ્રીલંકા ક્રિકેટના પતન માટે બીસીસીઆઇના સેક્રેટરી તથા એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહને જવાબદાર ગણાવ્યા હતા
ફાઇલ તસવીર
શ્રીલંકાના ભૂતપૂર્વ કૅપ્ટન અને વારંવાર ભારત-વિરોધી તથા આઇપીએલ-વિરોધી નિવેદનો કરતા રહેતા અર્જુન રણતુંગાએ તાજેતરમાં શ્રીલંકા ક્રિકેટના પતન માટે બીસીસીઆઇના સેક્રેટરી તથા એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ જય શાહને જવાબદાર ગણાવ્યા હતા અને તેમના પ્રેશરનો શ્રીલંકા ક્રિકેટ બોર્ડ ભોગ બન્યું હોવાના શૉકિંગ સ્ટેટમેન્ટ આપ્યા એ મુદ્દે શ્રીલંકા સરકારે જય શાહની માફી માગી છે. શ્રીલંકાના પ્રધાન કંચના વિજેસેકરાએ કહ્યું હતું કે ‘જય શાહ વિશે જેકંઈ કહેવાયું એ વિશે અમે દિલગીર છીએ અને સરકાર વતી જય શાહની માફી માગીએ છીએ.’