Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આજે ઝિમ્બાબ્વે સામે સેમી-ફાઇનલનું વૉર્મ-અપ કરશે સાઉથ આફ્રિકા

આજે ઝિમ્બાબ્વે સામે સેમી-ફાઇનલનું વૉર્મ-અપ કરશે સાઉથ આફ્રિકા

Published : 01 March, 2026 10:49 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સાઉથ આફ્રિકા અહીં પોતાની ત્રણેય T20 મૅચ જીત્યું છે. ઝિમ્બાબ્વે દિલ્હીમાં પહેલી વખત T20 મૅચ રમશે. તેઓ અહીં ૧૯૯૩થી ૨૦૦૨ દરમ્યાન એક વન-ડે અને ૩ ટેસ્ટ-મૅચ રમ્યા હતા અને હાર્યા હતા.

સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એઇડન માર્કરમ અને ઝિમ્બાબ્વેનો કૅપ્ટન સિકંદર રઝા

સાઉથ આફ્રિકાનો કૅપ્ટન એઇડન માર્કરમ અને ઝિમ્બાબ્વેનો કૅપ્ટન સિકંદર રઝા


આજે બપોરે ૩ વાગ્યે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપ 2026ની એકાવનમી મૅચ રમાશે. સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વે સુપર 8 રાઉન્ડમાં પોતાની અંતિમ મૅચ રમશે. T20 વર્લ્ડ કપ 2026ની એકમાત્ર અજેય ટીમ સાઉથ આફ્રિકા માટે આ સેમી-ફાઇનલની વૉર્મ-અપ સમાન મૅચ હશે. ઝિમ્બાબ્વેની ટીમ જીત સાથે પોતાના અભિયાનનો અંત કરવાનું લક્ષ્ય રાખશે. સુપર 8માં સતત ૨૫૦+ રન આપીને ઝિમ્બાબ્વેની ટીમ પોતાની બન્ને મૅચ હારી હતી.

આ બન્ને ટીમ સામસામે ૮ T20 મૅચ રમી છે એમાંથી ૭ મૅચ સાઉથ આફ્રિકાએ જીતી છે અને એક મૅચ નો-રિઝલ્ટ રહી હતી. બન્ને ટીમ T20 વર્લ્ડ કપમાં બે વખત ટકરાઈ છે. એમાંથી ૨૦૧૨ની મૅચ સાઉથ આફ્રિકાએ ૧૦ વિકેટે જીતી હતી જ્યારે ૨૦૨૨ની મૅચ નો-રિઝલ્ટ રહી હતી. દિલ્હીમાં બન્ને ટીમની આ પહેલી T20 ટક્કર બનશે. સાઉથ આફ્રિકા અહીં પોતાની ત્રણેય T20 મૅચ જીત્યું છે. ઝિમ્બાબ્વે દિલ્હીમાં પહેલી વખત T20 મૅચ રમશે. તેઓ અહીં ૧૯૯૩થી ૨૦૦૨ દરમ્યાન એક વન-ડે અને ૩ ટેસ્ટ-મૅચ રમ્યા હતા અને હાર્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

01 March, 2026 10:49 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK