ભારતના ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલનું એક ટૅટૂ હાલમાં ભારે ચર્ચામાં છે
શુભમન ગિલની ગરદન પર બનેલ ટૅટૂ
ભારતના ટેસ્ટ-કૅપ્ટન શુભમન ગિલનું એક ટૅટૂ હાલમાં ભારે ચર્ચામાં છે. સોશ્યલ મીડિયા પર શૅર કરેલા કેટલાક ફોટોમાં શુભમન ગિલના ગરદન પર ‘I>^v’ લખેલું ટૅટૂ જોવા મળ્યું હતું. ઘણા અહેવાલ અનુસાર આ ટૅટૂ સંદેશ આપે છે કે ‘હું મારા જીવનના સારા અને ખરાબ સમય કરતાં મોટો છું.’ શુભમન ગિલના નેતૃત્વમાં ઇંગ્લૅન્ડની ટેસ્ટ-સિરીઝ ડ્રૉ રહી હતી, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ સામે જીત મળી હતી. હવે આ યંગ કૅપ્ટનની નજર સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ-સિરીઝ જીતવા પર છે.


