ઇન્ડિયન આર્મીનું અપમાન કરનાર શાહિદ આફ્રિદીને જડબાતોડ જવાબ આપતાં શિખર ધવન કહે છે... પાકિસ્તાની ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદી એક પછી એક ભારત અને ઇન્ડિયન આર્મી વિશે વિવાદિત નિવેદન આપી રહ્યો છે.
શાહિદ આફ્રિદી અને શિખર ધવન
પાકિસ્તાની ક્રિકેટ ટીમનો ભૂતપૂર્વ કૅપ્ટન શાહિદ આફ્રિદી એક પછી એક ભારત અને ઇન્ડિયન આર્મી વિશે વિવાદિત નિવેદન આપી રહ્યો છે. હાલમાં તેણે ‘ભારત પોતાના લોકોને જાતે મારી રહ્યું છે’ એવી કમેન્ટ પણ કરી હતી. ભૂતપૂર્વ ભારતીય ઓપનર શિખર ધવને ગઈ કાલે સાંજે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર આ ભૂતપૂર્વ પાકિસ્તાની ઑલરાઉન્ડરને ટૅગ કરી જડબાતોડ જવાબ આપતાં લખ્યું હતું કે ‘અમે કારગિલમાં પણ (તમને) હરાવ્યા હતા, પહેલાંથી આટલા બેઇજ્જત થયેલા છો, હજી કેટલા બેઇજ્જત થશો. કારણ વગર કમેન્ટ પાસ કરવા કરતાં પોતાના દેશની પ્રગતિ માટે મગજ વાપરો. શાહિદ આફ્રિદી, અમને અમારી ભારતીય સેના પર ઘણો ગર્વ છે. ભારત માતા કી જય. જય હિન્દ.’


