તેની મમ્મી પહેલી વાર તેની બૅટિંગ જોવા સ્ટેડિયમ પહોંચી હતી.
બાબર આઝમ તેમની મમ્મી સાથે
પાકિસ્તાન પ્રીમિયર લીગ (પીપીએલ)માં ઇસ્લામાબાદ યુનાઇટેડ સામે પેશાવર ઝાલમીના કૅપ્ટન બાબર આઝમે શાનદાર સેન્ચુરી ફટકારી હતી. ૧૪ ચોગ્ગા અને બે સિક્સરની મદદથી બાબરે ૬૩ બૉલમાં કરીઅરની ૧૧મી ટી૨૦ સેન્ચુરી ફટકારી હતી. તે ક્રિસ ગેઇલ બાદ ૧૦થી વધુ ટી૨૦ સેન્ચુરી ફટકારનાર બીજો બૅટર બન્યો છે. તેની મમ્મી પહેલી વાર તેની બૅટિંગ જોવા સ્ટેડિયમ પહોંચી હતી. ઇતિહાસ રચીને તેણે મમ્મીને આ ઐતિહાસિક સેન્ચુરી ડેડિકેટ કરી હતી. ઇસ્લામાબાદ સામે ૯ રનથી જીત મેળવ્યા બાદ તેણે જણાવ્યું કે મારી મમ્મી પહેલી વાર મને રમતો જોવા આવી હતી અને તે ખૂબ ખુશ છે. તેણે મારી ઇનિંગ્સનો આનંદ માણ્યો હતો. કૅપ્ટન તરીકે સાતમી ટી૨૦ સેન્ચુરી ફટકારીને તેણે માઇકલ ક્લિંગરની બરોબરી કરી છે.
સૌથી વધારે ટી૨૦ સેન્ચુરી ફટકારનાર બૅટ્સમેન |
ક્રિસ ગેઇલ - ૨૨ |
બાબર આઝમ - ૧૧ |
વિરાટ કોહલી - ૮ |
ડેવિડ વૉર્નર - ૮ |
ઍરોન ફિન્ચ - ૮ |
ADVERTISEMENT