પ્રૅક્ટિસ દરમ્યાન રોહિત શર્મા પાસેથી ટિપ્સ લેતા ફોટો સરફરાઝ ખાને સોશ્યલ મીડિયામાં કૅપ્શનમાં ‘માય બ્રો’ લખીને શૅર કર્યા હતા
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર રોહિત શર્મા આવતા મહિને રમાનારી ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ માટે બૅન્ગલોરમાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે. આ પ્રૅક્ટિસ દરમ્યાન રોહિત શર્મા પાસેથી ટિપ્સ લેતા ફોટો સરફરાઝ ખાને સોશ્યલ મીડિયામાં કૅપ્શનમાં ‘માય બ્રો’ લખીને શૅર કર્યા હતા. એ પછી થોડા જ સમયમાં તેણે આ ફોટો ડિલીટ કરી નાખ્યા હતા. ડિલીટ કરવાનું કારણ કદાચ આ ફોટોમાં રોહિતના માથે ટાલ દેખાતી હોય એ હોઈ શકે છે. જોકે ફોટો ડિલીટ થાય ત્યાં સુધીમાં તો એ વાઇરલ થઈ ગયા હતા.


