સારા બે ક્યુટ પેટ ડૉગ સાથે બેઠી હતી અને ડૅડી સાથે પરિવારમાં માણેલી ઘણી મીઠી વાતોને યાદ કરી હતી.

‘ડૉટર્સ ડે’ નિમિત્તે પુત્રી સારાને સચિનની હૃદયસ્પર્શી શુભેચ્છા
સારા તેન્ડુલકરે ગઈ કાલે ડૉટર્સ ડે નિમિત્તે પિતા અને ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો હતો. સારા બે ક્યુટ પેટ ડૉગ સાથે બેઠી હતી અને ડૅડી સાથે પરિવારમાં માણેલી ઘણી મીઠી વાતોને યાદ કરી હતી.
સચિને વહાલી પુત્રી સારા વિશે સોશ્યલ મીડિયામાં લખ્યું હતું, ‘નાનપણમાં તું મારા ખોળામાં ખૂબ રમી. હવે તો તું બહુ મોટી થઈ ગઈ, પણ મારા હૃદયમાં તારું સ્થાન કાયમને માટે છે
અને રહેશે. હંમેશાં આ દિવસ મને આપણા જીવનની સુંદર અને યાદગાર પળોની યાદ અપાવતી રહે છે. હૅપી ડૉટર્સ ડે, સારા!’
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ પર સચિનના ૩.૬૦ કરોડ ફૉલોઅર્સ છે. તે સમયાંતરે પોતાના ચાહકોને ફૂડ, ફૅમિલી અને એવા બીજા હળવા વિષયોને લગતી પોસ્ટ દ્વારા ખુશ કરતો રહેતો હોય છે.

