મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ૧૫ વર્ષ પહેલાં બીજી એપ્રિલે ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ જીતી હતી. વન-ડે વર્લ્ડ કપ જીતવાની ૨૮ વર્ષની રાહ જોવાનો ૨૦૧૧માં અંત આવ્યો હતો.
વર્લ્ડ કપ ફાઇનલ-જીતની વર્ષગાંઠે ઇન્ડિયાની જર્સી પહેરીને સચિને લખી પોસ્ટ
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ૧૫ વર્ષ પહેલાં બીજી એપ્રિલે ભારતીય ટીમ વન-ડે વર્લ્ડ કપ ફાઇનલ જીતી હતી. વન-ડે વર્લ્ડ કપ જીતવાની ૨૮ વર્ષની રાહ જોવાનો ૨૦૧૧માં અંત આવ્યો હતો. સચિન તેન્ડુલકરે ટીમ ઇન્ડિયાની વર્તમાન જર્સી પહેરીને ગઈ કાલે એક સ્પેશ્યલ વિડિયો પોસ્ટ શૅર કર્યો હતો. આ વિડિયોમાં એ વર્લ્ડ કપની તેની બૅટિંગ-ક્લિપ પણ સામેલ હતી.
સચિન તેન્ડુલકરે લખ્યું હતું, ‘પ્રથમ બૉલ હંમેશાં હૃદયની ધડકન વધારી દે છે અને એ રાતે પણ એ અટકી નહોતી. ૧૫ વર્ષ પછી પણ એ લાગણી આપણી સાથે રહી છે. અમે યુવા ક્રિકેટરોના જૂથ તરીકે મોટા થયા અને ભારત માટે વર્લ્ડ કપ જીતવાના એક સપનાથી જોડાયેલા રહ્યા. આ સફરનો ભાગ રહેલી દરેક વ્યક્તિ અને બધા ચાહકોનો આભર. જય હિન્દ.’
