ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરે ગઈ કાલે મુંબઈમાં તેના નિવાસસ્થાને વિવિધ વયજૂથોના ચાહકોની હાજરીમાં ૫૩મી વર્ષગાંઠની ઉજવણી હતી. ઘરના આંગણામાં પત્ની અંજલિ સાથે કેક-કટિંગ કર્યા બાદ તે ફૅન્સની વચ્ચે ગયો હતો.
સચિને ઘરની બહાર ફૅન્સ સાથે કરી ૫૩મી વર્ષગાંઠની ઉજવણી
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકરે ગઈ કાલે મુંબઈમાં તેના નિવાસસ્થાને વિવિધ વયજૂથોના ચાહકોની હાજરીમાં ૫૩મી વર્ષગાંઠની ઉજવણી હતી. ઘરના આંગણામાં પત્ની અંજલિ સાથે કેક-કટિંગ કર્યા બાદ તે ફૅન્સની વચ્ચે ગયો હતો. તેણે ફૅન્સની ગિફ્ટ સ્વીકારી હતી અને હાથ પણ મિલાવ્યા હતા.
ક્યુટેસ્ટ સચિન ફૅનની જર્સી પહેરેલી નાનકડી બાળકીએ પણ સચિન-અંજલિનું ધ્યાન ખેંચ્યું હતું. સચિનનો સુપર ફૅન સુધીર કુમાર ચૌધરી રાષ્ટ્રધ્વજ અને કેક લઈને આ ઉજવણીનો ભાગ બન્યો હતો. ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર બ્રેટ લી સહિત ઘણા બધા ક્રિકેટર્સે સોશ્યલ મીડિયા પર સચિનને વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી હતી.
પ્રિય વ્યક્તિઓ સાથે દિવસની શરૂઆત કરી હતી માસ્ટર બ્લાસ્ટરે
સચિને ગઈ કાલે સવારે પત્ની અંજલિ, મમ્મી રજની તેન્ડુલકર અને ડૉગ સાથેનો ફોટો શૅર કરીને લખ્યું હતું કે,’ આઈ, અંજલિ અને ટ્રબલમેકર (ડૉગ) સાથે મારા દિવસની પરફેક્ટ શરૂઆત; એક માણસ આનાથી વધુ શું માગી શકે?
સચિનનો દીકરો અર્જુન તેન્ડુલકર હાલમાં લખનઉ સુપર જાયન્ટ્સ ટીમનો ભાગ છે. અર્જુને હજી એક પણ મૅચ રમવાની તક ન મળી હોવા છતાં આ સીઝનમાં બહેન સારા અને પત્ની સાનિયા સ્ટેડિયમમાં સપોર્ટ માટે પહોંચી રહી છે.
