Team India Captain Rohit Sharma on WTC Final: ભારતીય ટીમે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ ગુમાવી દીધી. ભારતને સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.
રોહિત શર્મા (ફાઈલ તસવીર)
Team India Captain Rohit Sharma on WTC Final: ભારતીય ટીમે (Team India) ઑસ્ટ્રેલિયા (Australia) વિરુદ્ધ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ ગુમાવી દીધી. ભારતને સતત બીજીવાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આઈસીસી (ICC) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાં ફરી એકવાર ભારતની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ભારતને (India) રવિવારે ઑસ્ટ્રેલિયાએ (Australia) 209 રનથી હરાવ્યું. આ ખિતાબી મેચ લંડનના ધ ઓવલ મેદાનમાં રમવામાં આવી હતી. જણાવવાનું કે ભારતને ડબ્લ્યૂટીસી ફાઈનલમાં સતત બીજીવાર હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ ઇન્ડિયાને (Team India) પહેલા ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે 8 વિકેટથી હરાવી અને તે વખતે ભારતની કમાન વિરાટ કોહલીના (Virat Kohli) હાથમાં હતી. વર્ષ 2021માં ફાઈનલ મેચ ઈન્ગ્લેન્ડ (England) સાથે સાઉથેમ્પ્ટનમાં આયોજિત થઈ હતી. તો, ઑસ્ટ્રેલિયા (Australia) વિરુદ્ધ હાર મળ્યા બાદ ભારતીય ટીમના (Team India) કૅપ્ટન રોહિત શર્માએ (Captain Rohit Sharma) વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં (World Test Championship) ત્રણ ફેરફારની સલાહ આપી છે. હવે જોવાની બાબત એ હશે કે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) રોહિતની આ માગ સ્વીકારી શકશે કે નહીં?
ADVERTISEMENT
રોહિતે (Rohit Sharma) પ્રેસ કૉન્ફ્રેન્સમાં કહ્યું કે ડબ્લ્યૂટીસી ફાઈનલનું (WTC Final) આયોજન માત્ર જૂન મહિનામાં અને ઈંગ્લેન્ડમાં (England) ન થવું જોઈએ. તેણે કહ્યું કે ફાઈનલ (Final) માટે એક મેચને બદલે ત્રણ મેચની સીરિઝ રાખવામાં આવવી જોઈએ. રોહિતે કહ્યું, "અમે માત્ર જૂનના મહિનામાં જ ડબ્લ્યૂટીસી ફાઈનલ નથી રમવાની હોતી. આ ફાઈનલ વિશ્વમાં ક્યાંય પણ રમી શકાય છે. માત્ર ઇંગ્લેન્ડમાં જ રમવામાં આવે એ જરૂરી નથી." તેણે આગળ ઊમેર્યું કે, "હું ઈચ્છું છું કે ડબ્લ્યૂટીસી ફાઈનલ (WTC Final) માટે 3 ટેસ્ટ મેચની સીરિઝ હોય. અમે આકરી મહેનત કરી, જબરજસ્ત ટક્કર આપી અને અહીં સુધી પહોંચ્યા પણ અમે માત્ર એક જ મેચ રમ્યા. મને લાગે છે કે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (World Test Championship Round) રાઉન્ડમાં 3 મેચની સીરિઝ બેસ્ટ અને આઈડિયલ હશે."
આ પણ વાંચો : બિપરજૉય તોફાન : 15 જૂનના રોજ ગુજરાત તટ સાથે અથડાવાની શક્યતા
આ સિવાય કૅપ્ટન રોહિત શર્માએ (Rohit Sharma) ટ્રોફી ન જીતવા પર નિરાશા પણ વ્યક્ત કરી છે. નોંધનીય છે કે ભારતે 10 વર્ષથી કોઈપણ આઈસીસી (ICC Trophy) ટ્રોફી જીતી નથી. રોહિતે કહ્યું કે, "આ નિરાશાજનક અને હ્રદય ભાંગી નાખે તેવું છે કે અમે ટ્રૉફી નથી જીતી રહ્યા. હું ખૂબ જ નિરાશ છું. બધા ખેલાડી પણ ખૂબ જ નિરાશ છે." રોહિતે કહ્યું કે આગામી ડબ્લ્યૂટીસી ફાઈનલ (WTC Final) માટે બેસ્ટ ખેલાડીઓની પસંદગી થવી જોઈએ. તેણે કહ્યું કે, "એ નક્કી કરવાની જરૂર છે કે આગામી ડબ્લ્યૂટીસી ફાઈનલ માટે કયા ખેલાડી સર્વેષ્ઠ છે. આ મહત્વપૂર્ણ છે અને અમે આ દિશામાં નિર્ણય લેશું."


