અબુ ધાબીમાં વેકેશન એન્જૉય કરી રહેલા હિટમૅને વધુ કેટલાક ફોટો શૅર કર્યા છે જેમાં તે અને તેની પત્ની રિતિકા સજદેહ રમતો રમતાં અને બાળકો સાથે મસ્તી કરતાં જોવા મળી રહ્યાં છે.
બાળકો સાથે રોહિત અને રિતિકા પણ બન્યાં બાળક
ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્મા હાલમાં સોશ્યલ મીડિયા પર સૌથી વધુ ઍક્ટિવ જોવા મળી રહ્યો છે. બે ફૉર્મેટમાંથી નિવૃત્તિ લીધા બાદ તે પોતાની ફૅમિલી સાથે વધુ સમય પસાર કરી રહ્યો છે. અબુ ધાબીમાં વેકેશન એન્જૉય કરી રહેલા હિટમૅને વધુ કેટલાક ફોટો શૅર કર્યા છે જેમાં તે અને તેની પત્ની રિતિકા સજદેહ રમતો રમતાં અને બાળકો સાથે મસ્તી કરતાં જોવા મળી રહ્યાં છે.
સૂર્યકુમારે પત્ની સાથે ત્રણ દેશની ટ્રિપ કરી
ADVERTISEMENT

IPL 2025ની શાનદાર સીઝન પછી સૂર્યકુમાર યાદવ હાલમાં તેમની પત્ની દેવીશા શેટ્ટી સાથે મજેદાર વેકેશનનો આનંદ માણી રહ્યો છે. ઑલમોસ્ટ એક અઠવાડિયાના સમયમાં ઇંગ્લૅન્ડના લંડન, ફ્રાન્સના પૅરિસ બાદ આ કપલ જર્મની ફરવા પહોંચ્યું હતું. સિટી ઑફ લવ પૅરિસમાં આઇફલ ટાવર પાસે તેમણે રોમૅન્ટિક પોઝ આપીને ફોટો પણ પડાવ્યો હતો.


