આ મહિલા સેલ્ફી કે ઑટોગ્રાફ માટે નહીં પણ પોતાની બીમારી દીકરીની મદદ માગવા માટે રોહિત શર્મા પાસે પહોંચી હતી
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
મધ્ય પ્રદેશના ઇન્દોરમાં રવિવારે ત્રીજી વન-ડે રમ્યા બાદ ટીમની હોટેલમાં રોહિત શર્માની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. આ ઘટનાનો વિડિયો અને એની હકીકત હવે સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યાં છે. સુરક્ષાઘેરો તોડીને એક મહિલાએ રોહિત શર્માનો હાથ પકડી લીધો હતો. પોલીસ-અધિકારીઓએ તરત જ તેને રોહિત શર્માથી દૂર કરી હતી.
આ મહિલા સેલ્ફી કે ઑટોગ્રાફ માટે નહીં પણ પોતાની બીમારી દીકરીની મદદ માગવા માટે રોહિત શર્મા પાસે પહોંચી હતી. બાદમાં તેણે આ ઘટના માટે અધિકારીઓની માફી માગી હતી. અન્ય એક વાઇરલ વિડિયોમાં સરિતા શર્મા નામની મહિલાએ પોતાની દીકરીને સાથે રાખીને ખુલાસો કર્યો કે ‘મારી દીકરી ગંભીર બીમારીનો સામનો કરી રહી છે. તેની સારવાર માટે અમેરિકાથી ૯ કરોડ રૂપિયાનું ઇન્જેક્શન મગાવવું પડશે. નાના ડોનેશન કૅમ્પ યોજીને અમે ૪.૧૦ કરોડ રૂપિયા ભેગા કર્યા છે. હું મારી દીકરી માટે રોહિત શર્મા અને વિરાટ કોહલી પાસે મદદની અપીલ કરું છું.’


