Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રોહિત શર્માને મેદાન પર જોઈને ફૅન્સ થયા ખુશ

રોહિત શર્માને મેદાન પર જોઈને ફૅન્સ થયા ખુશ

Published : 12 September, 2025 10:45 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્માએ ક્રિકેટના મેદાન પર પ્રૅક્ટિસ શરૂ કરી છે

રોહિત શર્મા

રોહિત શર્મા


ઇન્ટરનૅશનલ ક્રિકેટ-કરીઅરને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે ભારતીય વન-ડે કૅપ્ટન રોહિત શર્માએ ક્રિકેટના મેદાન પર પ્રૅક્ટિસ શરૂ કરી છે. ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ માટે તૈયારી કરતા રોહિત શર્માએ હાલમાં પોતાના બે ફોટો શૅર કર્યા છે. એક ફોટોમાં રોહિત શર્મા મેદાન પર દોડતો અને બીજામાં બૅટિંગ-પ્રૅક્ટિસ માટે પૅડ બાંધતો જોવા મળ્યો હતો. મુંબઈના આ સ્ટાર ક્રિકેટરની ફોટો-પોસ્ટ નીચે ખુશ થયેલા ફૅન્સે ‘૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ માટે તૈયાર છે’, ‘તને મેદાન પર રમતો જોવા માટે આતુર છીએ’, ‘કિંગ ગર્જના માટે તૈયાર છે’ જેવી કમેન્ટ કરી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2025 10:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK