પંતની યુટ્યુબ ચૅનલ 100K એટલે કે ૧ લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચી ગઈ છે
ફાઇલ તસવીર
ભારતીય વિકેટકીપર રિષભ પંત T20 વર્લ્ડ કપમાં સેન્ચુરી ફટકારી શક્યો નથી, પરંતુ યુટ્યુબ પર તેણે સ્પેશ્યલ સેન્ચુરી કરી છે. પંતની યુટ્યુબ ચૅનલ 100K એટલે કે ૧ લાખ સબસ્ક્રાઇબર સુધી પહોંચી ગઈ છે. આ માટે તેને યુટ્યુબ તરફથી સિલ્વર બટન પણ મળ્યું છે. આ સફળતા બાદ તેણે દિલ જીતી લે એવી જાહેરાત કરી છે. રિષભ પંતે IPL દરમ્યાન મે મહિનામાં તેની ઑફિશ્યલ યુટ્યુબ ચૅનલ શરૂ કરી હતી. એક મહિનામાં તેને ૧ લાખ ૨૦ હજાર સબસ્ક્રાઇબર્સ મળી ગયા છે. તેણે જાહેરાત કરી હતી કે તે આ ચૅનલની તમામ કમાણી ચૅરિટી માટે દાન કરશે. તેણે પોતાના યુટ્યુબ પ્લૅટફૉર્મ દ્વારા પરિવર્તન લાવવાની પણ અપીલ કરી હતી.

