બૅન્ગલોર સામે છેલ્લી ત્રણેય મૅચ હાર્યું છે પંજાબ, તેમના હોમ ગ્રાઉન્ડ પર છેલ્લે ૨૦૧૭માં જીત્યું હતું. હોમ ટીમ બૅન્ગલોર પોતાની છમાંથી ચાર મૅચ હરીફ ટીમના હોમ ગ્રાઉન્ડમાં જ જીતી શકી છે. આજે તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ પર હારની હૅટ-ટ્રિક ટાળવાનો પ્રયાસ કરશે
Bengaluru
IPL 2025ની ૩૪મી મૅચ આજે રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાશે. ૧૧૧ રનનો લોએસ્ટ ટોટલ ડિફેન્ડ કરીને આવેલા પંજાબ સામે જીતનો લય જાળવી રાખવાનો પડકાર હશે, જ્યારે બૅન્ગલોર પર પોતાના હોમ ગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં સીઝનની પહેલી મૅચ જીતવાનું પ્રેશર રહેશે. હોમ ટીમ બૅન્ગલોર પોતાની છમાંથી ચાર મૅચ હરીફ ટીમના હોમ ગ્રાઉન્ડમાં જ જીતી શકી છે. આજે તેઓ પોતાના હોમ ગ્રાઉન્ડ પર હારની હૅટ-ટ્રિક ટાળવાનો પ્રયાસ કરશે.
એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમ અગિયાર વાર આમને-સામને ટકરાઈ છે જેમાંથી બૅન્ગલોરે છ મૅચમાં અને પંજાબે પાંચ મૅચમાં જીત મેળવી છે. પંજાબે આ ગ્રાઉન્ડ પર હોમ ટીમ સામે છેલ્લે ૨૦૧૭માં જીત નોંધાવી હતી. પંજાબ સામે છેલ્લી ત્રણેય મૅચ જીતનાર બૅન્ગલોરના બૅટર્સને આત્મવિશ્વાસથી ભરપૂર પંજાબના ખતરનાક બોલર્સનો સામનો કરવો પડશે.
હેડ ટુ હેડ રેકૉર્ડ |
|
કુલ મૅચ |
૩૩ |
PBKSની જીત |
૧૭ |
RCBની જીત |
૧૬ |
ADVERTISEMENT

