ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ હાલમાં અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાનનો રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. નંબર વન T20 બોલર રાશિદ ખાન રમવા દરમ્યાન હેલિકૉપ્ટર અને સ્નેકના ચિત્રવાળાં શૂઝ પહેરીને રમે છે.
રાશિદ ખાનનાં શૂઝ પર સ્નેક અને હેલિકૉપ્ટરનું ચિત્ર
ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ હાલમાં અફઘાનિસ્તાનના કૅપ્ટન રાશિદ ખાનનો રસપ્રદ વિડિયો શૅર કર્યો હતો. નંબર વન T20 બોલર રાશિદ ખાન રમવા દરમ્યાન હેલિકૉપ્ટર અને સ્નેકના ચિત્રવાળાં શૂઝ પહેરીને રમે છે. ઑલરાઉન્ડર રાશિદ ખાન જમણા પગમાં હોલિકૉપ્ટર અને ડાબા પગમાં સ્નેક (સાપ)નું ચિત્રવાળું શૂઝ પહેરે છે. બૉલ જો ડાબા પગ તરફ આવે તો તે હેલિકૉપ્ટરનું ચિત્ર જોઈને હેલિકૉપ્ટર શૉટ રમે છે જ્યારે જમણા પગ પાસે બૉલ આવે ત્યારે સ્નેક શૉટ રમવાનું યાદ આવે એટલા માટે તે આવાં અનોખાં શૂઝ પહેરે છે.
