મોહમ્મદ સિરાજની હૈદરાબાદી ટીમ સામે મુંબઈએ ખડક્યા ૫૬૦ રન
સરફરાઝ ખાન
રણજી ટ્રોફી 2025-’26ની મૅચમાં યજમાન હૈદરાબાદને મુંબઈ જોરદાર પડકાર આપી રહ્યું છે. કૅપ્ટન સિદ્ધેશ લાડની સેન્ચુરી અને સરફરાઝ ખાનની ડબલ સેન્ચુરીની મદદથી મુંબઈએ ૧૨૩.૨ ઓવરમાં ૫૬૦/૧૦નો સ્કોર કર્યો હતો. બીજા દિવસના અંતે હૈદરાબાદની ટીમે ૪૧ ઓવરમાં ૧૩૮/૨નો સ્કોર કર્યો હતો.
હૈદરાબાદી કૅપ્ટન અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે ૨૫ ઓવરમાં ૧૦૬ રન આપીને એક જ વિકેટ ઝડપી હતી. મુંબઈના કૅપ્ટન સિદ્ધેશ લાડે ૧૭૯ બૉલમાં ૧૦૪ રન ફટકાર્યા હતા. સ્ટાર બૅટર સરફરાઝ ખાને પાંચમા ક્રમે રમીને ૧૯ ફોર અને ૯ સિક્સની મદદથી ૨૧૯ બૉલમાં ૨૨૭ રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેણે ૬૧ મૅચમાં ૫૦૦૦ રનનો આંકડો પણ પાર કર્યો છે.


