વડોદરામાં બરોડા સામે ઉત્તર પ્રદેશના ૭ વિકેટે ૨૨૫ રન હતા, જ્યારે અમદાવાદમાં ગુજરાત સામે ચંડીગઢના ૭ વિકેટે ૨૪૭ રન હતા
બીકેસીમાં ગઈ કાલે મુંબઈ સામેની રણજી મૅચમાં સૌરાષ્ટ્રનો કૅપ્ટન અર્પિત વસાવડા. તેણે ૭૫ રન બનાવ્યા હતા. તસવીર આશિષ રાજે
બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)માં ગઈ કાલે રણજી ટ્રોફીના એલીટ ગ્રુપમાં સૌરાષ્ટ્ર સામેની મૅચના પ્રથમ દિવસે મુંબઈએ બે વિકેટે ૩૬ રન બનાવ્યા હતા. પૃથ્વી શો (૪) અને યશસ્વી જૈસવાલ (૨) આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવ (૧૮) અને કૅપ્ટન રહાણે (૧૨) રમી રહ્યા હતા. એ પહેલાં, સ્પિનર શમ્સ મુલાનીની ચાર વિકેટના તરખાટને લીધે સૌરાષ્ટ્રની ટીમ ફક્ત ૨૮૯ રનમાં ઑલઆઉટ થઈ હતી. કૅપ્ટન અર્પિત વસાવડાએ ૭૫ અને શેલ્ડન જૅક્સને ૪૭ રન બનાવ્યા હતા. મુંબઈના બીજા બોલર્સમાં શશાંક અટાર્ડે અને તુષાર દેશપાંડેએ બે-બે વિકેટ લીધી હતી.
અન્ય રણજી મૅચોમાં વિઝિયાનગરમાં આંધ્રએ બે વિકેટે ૫૮ રન બનાવ્યા એ પહેલાં મહારાષ્ટ્ર ૨૦૦ રનમાં આઉટ થયું હતું. વડોદરામાં બરોડા સામે ઉત્તર પ્રદેશના ૭ વિકેટે ૨૨૫ રન હતા, જ્યારે અમદાવાદમાં ગુજરાત સામે ચંડીગઢના ૭ વિકેટે ૨૪૭ રન હતા. ગુજરાતના પેસ બોલર શેન પટેલે ચાર વિકેટ લીધી હતી.


