Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > રાહુલના ૧૦૧ ભારતની ટૉપ-ટેન ટેસ્ટ-સદીમાં અચૂક ગણજો : ગાવસકર

રાહુલના ૧૦૧ ભારતની ટૉપ-ટેન ટેસ્ટ-સદીમાં અચૂક ગણજો : ગાવસકર

Published : 28 December, 2023 08:16 AM | Modified : 28 December, 2023 08:50 AM | IST | South Africa
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું ૫૦ વર્ષથી ક્રિકેટ-મૅચ જોઉં છું અને કોઈ પણ પ્રકારની શંકા વગર કહું છું કે રાહુલની આ સેન્ચુરીને ભારતની ટૉપ-ટેન ટેસ્ટ-સદીમાં ગણવી જ જોઈએ

સુનીલ ગાવસકર

સુનીલ ગાવસકર


સાઉથ આફ્રિકાની ધરતી કે જ્યાં ક્યારેય કોઈ ભારતીય ટીમ ટેસ્ટ-સિરીઝ નથી થઈ શકી ત્યાં કે. એલ. રાહુલે (૧૦૧ રન, ૧૩૭ બૉલ, ૪ સિક‍્સર, ૧૪ ફોર) સિરીઝના પ્રથમ દાવમાં લડાયક ખમીર બતાડીને તેમ જ સમજદારી અને સાહસવૃત્તિથી યજમાન ટીમના ચાર ફાસ્ટ બોલર્સનો સામનો કરીને ટીમને અઢીસો રનની આસપાસનો સ્કોર અપાવ્યો એ માટે તેના અસંખ્ય ચાહકો તો વાહ-વાહ કરતા જ હશે, લેજન્ડરી ક્રિકેટર સુનીલ ગાવસકર તેની આ ઇનિંગ્સથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા છે કે ગઈ કાલે તેમણે તેની સદીને ‘ભારતના ટેસ્ટ-ઇતિહાસમાં નોંધાયેલી ટૉપ-ટેન સેન્ચુરીઝ’માં ગણાવી હતી. સેન્ચુરિયનમાં મંગળવારના પ્રથમ દિવસે ભારતનો પહેલા દાવનો સ્કોર ૪ વિકેટે ૯૨ રન હતો ત્યારે વિકેટકીપર રાહુલ છઠ્ઠા નંબરના બૅટર તરીકે ક્રીઝ પર આવ્યો હતો અને નવા ફાસ્ટ બોલર નાન્ડ્રે બર્ગરે તેને ક્લીન બોલ્ડ કર્યો એ પહેલાં આઠમી ટેસ્ટ-સદી પૂરી કરીને રહ્યો હતો. ૨૪૫ના કુલ સ્કોર પર પડેલી છેલ્લી વિકેટ રાહુલની હતી. ગાવસકરે સ્ટાર સ્પોર્ટ‍્સ પર હિન્દીમાં આપેલી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે ‘રાહુલે એવી મુશ્કેલ પિચ પર સેન્ચુરી ફટકારી જેના પર બૉલ અનપેક્ષિત રીતે મૂવ થતો હતો. હું ૫૦ વર્ષથી ક્રિકેટ-મૅચ જોઉં છું અને કોઈ પણ પ્રકારની શંકા વગર કહું છું કે રાહુલની આ સેન્ચુરીને ભારતની ટૉપ-ટેન ટેસ્ટ-સદીમાં ગણવી જ જોઈએ, આ પિચ પર ૧૦૦ રન બનાવવા માટે જબરદસ્ત આત્મવિશ્વાસ જોઈએ જે રાહુલમાં જોવા મળ્યો. ખાસ કરીને તેણે કૉએટ‍્ઝીના બૉલમાં જે સિક્સર ફટકારીને સદી પૂરી કરી એ વિશે તો વખાણ કરું એટલાં ઓછાં છે. એ લેન્ગ્થ બૉલ હતો અને એમાં આવા પ્રકારના શૉટ સામાન્ય રીતે ટી૨૦માં ફટકારાતા હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 December, 2023 08:50 AM IST | South Africa | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK