દ્રવિડે કહ્યું કે તેણે તેના કાર્યકાળની દરેક ક્ષણનો આનંદ માણ્યો હતો
રાહુલ દ્રવિડ
૫૧ વર્ષના ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને વર્તમાન ભારતીય હેડ કોચ રાહુલ દ્રવિડે કન્ફર્મ કર્યું છે કે T20 વર્લ્ડ કપ ભારતીય ટીમના હેડ કોચ તરીકે તેની છેલ્લી ટુર્નામેન્ટ હશે. તેણે ફરી હેડ કોચ બનવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડને અરજી નથી કરી.
ન્યુ યૉર્કમાં ભારતની પહેલી વર્લ્ડ કપ મૅચ પહેલાં મીડિયા સાથે વાત કરતાં દ્રવિડે કહ્યું કે તેણે તેના કાર્યકાળની દરેક ક્ષણનો આનંદ માણ્યો હતો. નવેમ્બર ૨૦૨૧માં દ્રવિડ T20 વર્લ્ડ કપ પછી ભારતીય ટીમના હેડ કોચ બન્યા હતા.

