રેતાળ મેદાન ખેલાડીઓની ફિટનેસની સમસ્યામાં વધારો કરે છે
ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડ
ન્યુ યૉર્કના નાસાઉ કાઉન્ટીમાં નવું મેદાન અને પિચ બનાવવાના પ્રયાસોની પ્રશંસા કરતાં ભારતીય ટીમના હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે ‘ખૂબ જ ઓછા સમયમાં સ્ટેડિયમ બનાવ્યું એ પ્રશંસનીય છે. જોકે રેતાળ મેદાન ખેલાડીઓની ફિટનેસની સમસ્યામાં વધારો કરે છે. રેતી આધારિત સપાટી શરીર પર વધુ દબાણ લાવે છે. ખાસ કરીને ફીલ્ડિંગ કરતી વખતે ઘૂંટણ અને હૅમસ્ટ્રિંગને અસર થઈ શકે છે.’
રેતી આધારિત મેદાન ખેલાડીઓમાં હૅમસ્ટ્રિંગની ઈજાઓનું મુખ્ય કારણ બને છે. યુનાઇટેડ આરબ અમીરાતમાં આયોજિત IPL 2020 દરમ્યાન રેતીના મેદાન પર ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હતા. ભારતીય કૅપ્ટન રોહિત શર્મા સહિત ઓછામાં ઓછા પાંચ ભારતીય ખેલાડીઓને હૅમસ્ટ્રિંગની ઈજાઓનો સામનો કરવો પડ્યો હતો.


