બીજી મૅચમાં ધીમી બોલિંગ બદલ પંજાબના પ્લેયર્સને મૅચ-ફીના પચીસ ટકાનો દંડ
શ્રેયસ ઐય્યર
પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ ઐયરને IPLની નવી સીઝનની શરૂઆતની બે મૅચમાં જીત છતાં ૩૬ લાખ રૂપિયાનો ફટકો પડ્યો છે. સ્લો ઓવર-રેટ બદલ ગુજરાત સામેની મૅચમાં ૧૨ લાખ રૂપિયાનો દંડ થયો એ પછી હવે ચેન્નઈ સામેની મૅચમાં ૨૪ લાખ રૂપિયાનો દંડ થયો છે. પંજાબના ઇમ્પૅક્ટ પ્લેયર સહિતના બાકીના સભ્યોને ૬ લાખ રૂપિયા અથવા તેમની સંબંધિત મૅચ-ફીના પચીસ ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બન્ને કેસમાં જે રકમ ઓછી હશે એ રકમ પ્લેયર્સે દંડ સ્વરૂપે ભરવી પડશે. IPL મૅચ બે ઇનિંગ્સ અને બ્રેક સહિત સાડાત્રણ કલાકમાં પૂરી થાય એ માટે આવા કડક નિયમો બનાવીને પ્લેયર્સને દંડ ફટકારવામાં આવે છે.
