સાઉથ આફ્રિકા સામે ત્રણ મૅચની T20 સિરીઝ ૦-૨થી હાર્યા બાદ પાકિસ્તાન આજથી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં યજમાન ટીમને પડકાર આપશે
ત્રણ મૅચની વન-ડે સિરીઝની ટ્રોફી સાથે બન્ને ટીમના કૅપ્ટન્સ ટેમ્બા બવુમા અને મોહમ્મદ રિઝવાન.
સાઉથ આફ્રિકા સામે ત્રણ મૅચની T20 સિરીઝ ૦-૨થી હાર્યા બાદ પાકિસ્તાન આજથી ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં યજમાન ટીમને પડકાર આપશે. મોહમ્મદ રિઝવાનની કૅપ્ટન્સીમાં પાકિસ્તાન પહેલી બન્ને વન-ડે સિરીઝ જીત્યું છે, પણ સાઉથ આફ્રિકા સાથે પાકિસ્તાનનો વન-ડે રેકૉર્ડ સારો રહ્યો નથી. બન્ને ટીમ વચ્ચે ૧૦ વન-ડે સિરીઝ રમાઈ છે, જેમાંથી સાઉથ આફ્રિકાએ આઠ અને પાકિસ્તાને માત્ર બે સિરીઝ જીતી છે. બન્ને ટીમ વચ્ચે છેલ્લે ઑક્ટોબર ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ દરમ્યાન ચેન્નઈમાં ટક્કર થઈ હતી, જેમાં સાઉથ આફ્રિકાએ એક વિકેટે રોમાંચક જીત મેળવી હતી.
વન-ડે હેડ-ટુ-હેડ રેકૉર્ડ
કુલ મૅચ ૮૩
સાઉથ આફ્રિકાની જીત ૫૨
પાકિસ્તાનની જીત ૩૦
નો-રિઝલ્ટ ૦૧
ADVERTISEMENT
ત્રણેય વન-ડે મૅચ ભારતીય સમય અનુસાર સાંજે ૫.૩૦ વાગ્યાથી શરૂ થશે

