પાકિસ્તાને રમતના અંત સુધી બે વિકેટ ૧૦૭ રન બનાવ્યા હતા
અબ્રાર અહમદ
પાકિસ્તાનના ૨૪ વર્ષના નવા લેગબ્રેક ગૂગલી સ્પેશ્યલિસ્ટ અબ્રાર અહમદ (૨૨-૧-૧૧૪-૭) સામે ગઈ કાલે મુલતાનમાં ઇંગ્લૅન્ડની ટીમ બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ઝૂકી ગઈ હતી. બેન સ્ટોક્સની ટીમ ૨૮૧ રનના સ્કોર પર આઉટ થઈ ગઈ હતી, જેમાં બેન ડકેટના ૬૩ અને ઑલી પોપના ૬૦ રન હતા. તેમની બાકીની ત્રણ વિકેટ ઝહીદ મહમૂદે લીધી હતી.
પાકિસ્તાને રમતના અંત સુધી બે વિકેટ ૧૦૭ રન બનાવ્યા હતા. કૅપ્ટન બાબર આઝમ ૬૧ રને રમી રહ્યો હતો. અગાઉ પાકિસ્તાનના મોહમ્મદ ઝહીદ અને મોહમ્મદ નઝીરે ડેબ્યુ ટેસ્ટમાં ૭-૭ વિકેટ લીધી હતી.


