Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > એશિયન ગેમ્સમાંથી બાબર, આફ્રિદી, રિઝવાનની હકાલપટ્ટી; સાહિબઝાદા કૅપ્ટન

એશિયન ગેમ્સમાંથી બાબર, આફ્રિદી, રિઝવાનની હકાલપટ્ટી; સાહિબઝાદા કૅપ્ટન

Published : 11 June, 2026 12:37 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે યુવા ખેલાડીઓને મોકો આપવાનો નિર્ણય લીધો છે અને ટીમમાંથી સિનિયર ખેલાડીઓ બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી, મોહમદ રિઝવાન, હારિસ રઉફ અને શાદાબ ખાન જેવા ખેલાડીઓને ડ્રૉપ કરી દેવામાં આવ્યા છે.

સાહિબઝાદા ફરહાન

સાહિબઝાદા ફરહાન


જપાનમાં ૧૯ સપ્ટેમ્બરથી ૪ ઑક્ટોબર દરમ્યાન યોજાનારી એશિયન ગેમ્સ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે યુવા ખેલાડીઓને મોકો આપવાનો નિર્ણય લીધો છે અને ટીમમાંથી સિનિયર ખેલાડીઓ બાબર આઝમ, શાહીન શાહ આફ્રિદી, મોહમદ રિઝવાન, હારિસ રઉફ અને શાદાબ ખાન જેવા ખેલાડીઓને ડ્રૉપ કરી દેવામાં આવ્યા છે.

ટીમના કૅપ્ટન તરીકે ઓપનર બૅટર સાહિબઝાદા ફરહાન અને વાઇસ-કૅપ્ટન તરીકે ફક્ત પાંચ મૅચનો અનુભવ ધરાવતા અબ્દુલ સમદને નિયુક્ત કરવામાં આવ્યો છે. સાહિબઝાદા ફરહાને થોડા સમય પહેલાં ભારત-શ્રીલંકામાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં ધમાકેદાર પર્ફોર્મ કર્યું હતું. પાકિસ્તાનની આ ૧૫ ખેલાડીઓની યુવા ટીમમાં ચાર ખેલાડીઓ તો એવા છે જે હજુ સુધી એક પણ T20 ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા નથી.


Whatsapp-channel Whatsapp-channel

11 June, 2026 12:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK