પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા વહાબ રિયાઝ અને અબ્દુલ રઝાકને સિલેક્શન કમિટીમાંથી બહાર કરવામાં આવ્યા છે
વહાબ રિયાઝ
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા વહાબ રિયાઝ અને અબ્દુલ રઝાકને સિલેક્શન કમિટીમાંથી બહાર કરવામાં આવ્યા છે. આ નિર્ણય T20 વર્લ્ડ કપ 2024માં પાકિસ્તાનના નિરાશાજનક પ્રદર્શન બાદ લેવામાં આવ્યો છે. રિયાઝ અને રઝાક એ સાત સભ્યોની સિલેક્શન કમિટીનો ભાગ હતા જેઓએ T20 વર્લ્ડ કપ 2024 રમવા માટે અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝ ગયેલી ટીમના ખેલાડીઓની પસંદગી કરી હતી. ટૂર પર ગયેલા પાકિસ્તાન ક્રિકેટના સભ્યોના ફીડબૅક દ્વારા આ ઍક્શન લેવામાં આવી છે.

