વાયાકૉમ18 કંપનીએ કહ્યું છે કે ક્રિકેટજગતની સર્વોચ્ચ લીગ ટુર્નામેન્ટ આઇપીએલને દેશના ખૂણેખૂણા સુધી અને દેશની એકેએક વ્યક્તિ સુધી લઈ જવાનો અમારો લક્ષ્યાંક છે

નીતા અંબાણી
વર્ષ ૨૦૨૩થી ૨૦૨૭ સુધીના પાંચ વર્ષ માટેના આઇપીએલના જીવંત પ્રસારણના મીડિયા રાઇટ્સ હેઠળ ભારતીય ઉપખંડમાંના ડિજિટલ રાઇટ્સ તેમ જ વિદેશોમાં ટીવી અને ડિજિટલ રાઇટ્સ કુલ ૨૩,૭૫૮ કરોડ રૂપિયા (અંદાજે ૩ અબજ ડૉલર)માં રિલાયન્સ ગ્રુપની વાયાકૉમ18 કંપનીએ ખરીદ્યા એને પગલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનાં ડિરેકટર નીતા અંબાણીએ અને ખાસ કરીને વાયાકૉમ18 કંપનીએ કહ્યું છે કે ક્રિકેટજગતની સર્વોચ્ચ લીગ ટુર્નામેન્ટ આઇપીએલને દેશના ખૂણેખૂણા સુધી અને દેશની એકેએક વ્યક્તિ સુધી લઈ જવાનો અમારો લક્ષ્યાંક છે.’
નીતા અંબાણીએ જણાવ્યું હતું કે સ્પોર્ટ્સ આપણને સૌને મનોરંજન આપે છે, પ્રેરણા આપે છે અને આપણને બધાને એકત્રિત પણ કરે છે. ક્રિકેટ અને આઇપીએલ દેશમાં રહેલી બેસ્ટ ટૅલન્ટને બહાર લાવવાનું કામ કરે છે અને એટલે જ આ ટુર્નામેન્ટ સાથેના સંબંધો વધુ ગાઢ બનાવવામાં અમે ગર્વ અનુભવી રહ્યા છીએ. ટૂંકમાં અમે આ વન્ડરફુલ લીગથી મળતા આનંદિત અનુભવને દેશના તેમ જ વિશ્ર્વના દરેક ખૂણામાં વસતા પ્રત્યેક ક્રિકેટપ્રેમી સુધી લઈ જવા મક્કમ છીએ.’