Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News in Shorts : ગિલની પાંચમી સદી: ૧૩૩ બૉલમાં ૧૨૧ રન

News in Shorts : ગિલની પાંચમી સદી: ૧૩૩ બૉલમાં ૧૨૧ રન

16 September, 2023 03:48 PM IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોલંબોમાં ગઈ કાલે બંગલાદેશ સામે શુભમન ગિલ (૧૨૧ રન, ૧૩૩ બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર) ફટકાબાજી કરીને છવાઈ ગયો હતો. તેની આ પાંચમી વન-ડે સદી હતી જેમાં એક ડબલ પણ સામેલ છે.

શુભમન ગિલ

શુભમન ગિલ


રોહન બોપન્નાની છેલ્લી ડેવિસ કપ

આજે અને આવતી કાલે લખનઉમાં મૉરોક્કો સામે થનારો ડેવિસ કપ મુકાબલો ભારતના ટોચના ટેનિસ ખેલાડી રોહન બોપન્નાનો આ સ્પર્ધાનો છેલ્લો મુકાબલો બની રહેશે. તે ડેવિસ કપને ગુડબાય કરી રહ્યો છે અને રવિવારે ફેરવેલ મૅચ રમશે. આજે લખનઉમાં મૉરોક્કો સામે શરૂ થતો ડેવિસ કપ (વર્લ્ડ ગ્રુપ-૨) મુકાબલો જીતવા ભારત ફેવરિટ છે. આજે ડેવિસ કપની મૅચો બપોરે ૧૨.૦૦થી ૨.૦૦ સુધી અને આવતી કાલે સવારે ૧૧.૦૦થી બપોરે ૧.૦૦ વાગ્યા સુધી રમાશે.


નૅટ સિવરે ૧૦૦મી વન-ડેમાં વિક્રમજનક સેન્ચુરી ફટકારી


ઇંગ્લૅન્ડની ઑલરાઉન્ડર અને માર્ચમાં ભારતની વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યુપીએલ)માં મુંબઈ ઇન્ડિયન્સને ચૅમ્પિયન બનાવવામાં મોટું યોગદાન આપનાર નૅટ સિવર-બ્રન્ટે ગુરુવારે લેસ્ટરમાં પોતાની ૧૦૦મી અને શ્રીલંકા વિમેન્સ સામેની સિરીઝની ત્રીજી વન-ડેમાં ઇંગ્લૅન્ડ વતી ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારી હતી. તેણે ૭૪ બૉલમાં ૧૨૦ રન બનાવ્યા હતા અને તેની સદી ફક્ત ૬૬ બૉલમાં પૂરી થઈ હતી, જે ઇંગ્લૅન્ડની મહિલા બૅટર્સમાં નવો વિક્રમ છે. વન-ડેની વર્લ્ડ નંબર વન બોલર અને નંબર વન ઑલરાઉન્ડર નૅટ સિવરની આ સદીની મદદથી ઇંગ્લૅન્ડે નિર્ધારિત ૩૧ ઓવરમાં ૮ વિકેટે ૨૭૩ રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકા વિમેન્સ ટીમ ૧૧૨ રનમાં ઑલઆઉટ થઈ જતાં ઇંગ્લૅન્ડનો ૧૬૧ રનથી વિજય થયો હતો. બ્રિટિશ ઑફ સ્પિનર શાર્લી ડીને પાંચ વિકેટ લીધી હતી. ઇંગ્લૅન્ડે સિરીઝ ૨-૦થી જીતી લીધી છે.

કોહલી નાચતો-નાચતો સાથીઓ માટે ડ્રિન્ક્સ લઈને આવ્યો.


કોહલીને ગઈ કાલે આરામ અપાયો હતો અને તે એક તબક્કે અત્યંત ઉત્સાહ સાથે ડ્રિન્ક‍્સ-બૅગ લઈને આવ્યો હતો. પછીથી કોહલીએ પ્રૅક્ટિસ પણ કરી હતી.

ગિલની પાંચમી સદી: ૧૩૩ બૉલમાં ૧૨૧ રન

કોલંબોમાં ગઈ કાલે બંગલાદેશ સામે શુભમન ગિલ (૧૨૧ રન, ૧૩૩ બૉલ, પાંચ સિક્સર, આઠ ફોર) ફટકાબાજી કરીને છવાઈ ગયો હતો. તેની આ પાંચમી વન-ડે સદી હતી જેમાં એક ડબલ પણ સામેલ છે. બંગલાદેશે બૅટિંગ મળ્યા પછી શાકિબ-અલ-હસને કેટલાંક જીવતદાનની મદદથી ૮૫ બૉલમાં ૮૦ રન બનાવ્યા હતા અને તેના સુકાનમાં બંગલાદેશે ૫૦ ઓવરમાં ૮ વિકેટે ૨૬૫ રન બનાવ્યા હતા. શાર્દૂલે ત્રણ તથા શમીએ બે વિકેટ લીધી હતી. ભારતે વિરાટ, હાર્દિક, સિરાજ, બુમરાહ, કુલદીપને આરામ આપ્યો હતો. તિલક વર્માને ગઈ કાલે વન-ડે કૅપ પણ મળી હતી. ભારતે ટીમમાં શમી તથા શાર્દૂલ ઉપરાંત ક્રિષ્ના, સૂર્યકુમારને સમાવ્યા હતા.

16 September, 2023 03:48 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK