રમેશ પોવાર હવે મહિલા ક્રિકેટરોના કોચ નથી અને વધુ સમાચાર

વૃંદા રાઠી, જનાની નારાયણ અને ગાયત્રી વેણુગોપાલન
રણજી ટ્રોફીમાં પહેલી વાર મહિલા અમ્પાયર્સ
પુરુષોની રણજી ટ્રોફીમાં ખેલાડીઓ સાથેનું સ્પષ્ટ કમ્યુનિકેશન અને આક્રમક મૂડમાં કરાતી અપીલમાં ડરવું નહીં અને પોતાની જ નિર્ણયશક્તિનો ઉપયોગ કરવો એવી બધી બાબતો ત્રણ મહિલા અમ્પાયર્સની કસોટી કરશે. રણજી ટ્રોફીમાં પહેલી વાર મહિલા અમ્પાયર્સ જોવા મળશે. વૃંદા રાઠી, જનાની નારાયણ અને ગાયત્રી વેણુગોપાલન ભારતીય ક્રિકેટમાં શરૂ થઈ રહેલા આ નવા પ્રકરણની મુખ્ય હિસ્સેદાર છે. એમાંથી ગાયત્રી ભૂતકાળમાં રણજીમાં ફોર્થ અમ્પાયર બની ચૂકી છે.
ADVERTISEMENT
રમેશ પોવાર હવે મહિલા ક્રિકેટરોના કોચ નથી
મહિલાઓના ટી૨૦ વર્લ્ડ કપને માંડ બે મહિના બાકી છે ત્યારે બીસીસીઆઇએ મોટો નિર્ણય લીધો છે. રમેશ પોવારને વિમેન્સ ટીમના હેડ-કોચના હોદ્દા પરથી હટાવીને બૅન્ગલોરની નૅશનલ ક્રિકેટ ઍકૅડેમી (એનસીએ)માં મોકલવામાં આવ્યા છે. થોડા સમયથી ઇન્ડિયા ‘એ’ અને મેન્સ અન્ડર-19 ટીમના બૅટિંગ કોચ તરીકે નિયુક્ત થનાર હૃષીકેશ કાનિટકરને સિનિયર વિમેન્સ ટીમના બૅટિંગ-કોચ નીમવામાં આવ્યા છે. મુંબઈમાં શુક્રવારથી ઑસ્ટ્રેલિયા સામે વિમેન્સ ટીમની પાંચ ટી૨૦ સિરીઝ શરૂ થઈ રહી છે અને આ નિયુક્તિ એ પહેલાં જ થઈ છે.
ભારત હટી જતાં સાઉદીને યજમાનપદ
સાઉદી અરેબિયાના સોકર સત્તાધીશોએ ૨૦૨૭ની સાલનું ફુટબૉલના એશિયન કપનું યજમાનપદ મેળવ્યું છે. ઑલ ઇન્ડિયા ફુટબૉલ ફેડરેશને યજમાનપદ માટેની રેસમાંથી હટી જતાં સાઉદી માટે સેલિબ્રેશનનો સમય આવી ગયો છે. સાઉદીએ વર્લ્ડ કપમાં આર્જેન્ટિનાને હરાવીને મોટો અપસેટ સર્જ્યો હતો.

