ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ વર્તમાન રણજી ટ્રોફી સીઝનમાં ઑક્ટોબર ૨૦૨૪માં મહારાષ્ટ્ર સામે એકમાત્ર મૅચ રમ્યો છે
સૂર્યકુમાર યાદવ
૮થી ૧૨ ફેબ્રુઆરી દરમ્યાન રણજી ટ્રોફીની વર્તમાન સીઝનની ક્વૉર્ટર ફાઇનલ મૅચો રમાશે. ૪૨ વખતની ચૅમ્પિયન ટીમ મુંબઈ રોહતકમાં ચૌધરી બંસીલાલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે હરિયાણા સામે ક્વૉર્ટર ફાઇનલ મૅચ રમશે. આ મૅચ માટે મુંબઈની ૧૮ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે. સ્ટાર ભારતીય પ્લેયર્સ અજિંક્ય રહાણે અને શાર્દૂલ ઠાકુર મુંબઈ માટે સતત ડોમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યા છે. હવે તેમને આ ક્વૉર્ટર ફાઇનલ મૅચ દરમ્યાન અન્ય સ્ટાર ક્રિકેટર સૂર્યકુમાર યાદવ અને શિવમ દુબેનો સાથે મળશે.
ભારતીય T20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ વર્તમાન રણજી ટ્રોફી સીઝનમાં ઑક્ટોબર ૨૦૨૪માં મહારાષ્ટ્ર સામે એકમાત્ર મૅચ રમ્યો છે. ઑલરાઉન્ડર શિવમ દુબે પણ હાલમાં જમ્મુ-કાશ્મીર સામે સીઝનની એકમાત્ર રણજી મૅચ રમ્યો છે. ભારતના ટેસ્ટ અને વન-ડે ટીમના કૅપ્ટન રોહિત શર્મા અને ઓપનર યશસ્વી જાયસવાલ નૅશનલ ડ્યુટી પર હોવાથી આ રણજી સીઝનમાં મુંબઈ માટે વધુ મૅચ રમી શકશે નહીં.

