શમી વન-ડે વર્લ્ડ કપ બાદ અને સૂર્યકુમાર યાદવ સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝ બાદ ઈજાને કારણે ટીમમાંથી બહાર છે.
મોહમ્મદ શમી , સૂર્યકુમાર યાદવ
ક્રિકેટના મેદાનમાં બોલિંગથી સ્ટમ્પ ઉખાડતો શમી અને બૅટથી બૉલને દર્શકો વચ્ચે ફટકારતો સૂર્યકુમાર યાદવ ઈજાને કારણે ભારતીય ટીમમાંથી બહાર છે. બન્નેએ સોશ્યલ મીડિયા પર પોતાની હેલ્થ-અપડેટ શૅર કરી છે. શમીએ જણાવ્યું કે તેના પગની હીલનું ઑપરેશન થઈ ગયું છે અને ઝડપથી મેદાન પર વાપસી કરવાની રાહ જોઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શમી માટે ટ્વીટ કરીને ઝડપથી સ્વસ્થ થઈ જવાની આશા વ્યક્ત કરી હતી. ઑપરેશનને કારણે શમી આઇપીએલ અને ટી૨૦ વર્લ્ડ કપમાંથી લગભગ બહાર થઈ ગયો છે. સૂર્યકુમાર યાદવ હર્નિયા અને પગની ઘૂંટીની સર્જરીમાંથી પસાર થયા બાદ હાલમાં બૅન્ગલોરમાં એનસીએમાં પ્રૅક્ટિસ કરી રહ્યો છે. તેણે રિકવરી પ્રોસેસનો વિડિયો સોશ્યલ મીડિયા પર શૅર કર્યો હતો. શમી વન-ડે વર્લ્ડ કપ બાદ અને સૂર્યકુમાર યાદવ સાઉથ આફ્રિકા સામેની ટી૨૦ સિરીઝ બાદ ઈજાને કારણે ટીમમાંથી બહાર છે.

