શુમાકરને લકવો, બોલી નથી શકતો
ADVERTISEMENT
બુધવારે ભૂતપૂર્વ ફૉમ્યુર્લા-વન (F1) રેસર ફિલિપ સ્ટ્રેઇફે પોતાના મિત્ર અને મહાન F1 રેસર માઇકલ શુમાકરની દારુણ શારીરિક પરિસ્થિતિનું વર્ણન કરતાં કહ્યું હતું કે ‘તેને લકવો માર્યો છે. તે વ્હીલચૅર પર હોય છે. વળી તે બોલી શકતો નથી અને યાદદાસ્ત પણ ગુમાવી બેઠો છે. તે સારો થઈ રહ્યો છે, પરંતુ એની ઝડપ ઘણી ઓછી છે.’ ૪૫ વર્ષના શુમાકરને ગયા વર્ષે ૨૯ ડિસેમ્બરના રોજ ફ્રાન્સની આલ્પ્સ પર્વતમાળામાં બરફમાં સ્કીઇંગ કરતી વખતે અકસ્માત થતાં તેના મગજમાં ઈજા થઈ હતી. ત્યાર બાદ તેની હાલત ઘણી ગંભીર છે. શુમાકર સાત વખત F1 ચૅમ્પિયન રહી ચૂક્યો છે.