Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > કૃણાલ પંડ્યાએ હાર્દિકના આઉટ થયાની આક્રમક ઉજવણી કરી, સંબંધો તૂટવાની અફવાઓ વચ્ચે બન્ને ભાઈઓએ હૅન્ડશેક ટાળ્યું

કૃણાલ પંડ્યાએ હાર્દિકના આઉટ થયાની આક્રમક ઉજવણી કરી, સંબંધો તૂટવાની અફવાઓ વચ્ચે બન્ને ભાઈઓએ હૅન્ડશેક ટાળ્યું

Published : 14 April, 2026 02:35 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

12 લાખ રૂપિયાનો દંડ થયો મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યાને સ્લો ઓવર-રેટ બદલ. અગાઉ શ્રેયસ ઐયર, શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડને આ દંડ થયો છે.

મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા રોમારિયો શેફર્ડના હાથે કૅચઆઉટ થયો એ વખતે બૅન્ગલોર માટે રમતો મોટો ભાઈ કૃણાલ પંડ્યા આક્રમક ઉજવણી કર્યા બાદ જેકબ ડફીને અભિનંદન આપતો જોવા મળ્યો હતો, જ્યારે હાર્દિક પંડ્યા તેને તિરછી નજરથી જોતો હતો.

મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા રોમારિયો શેફર્ડના હાથે કૅચઆઉટ થયો એ વખતે બૅન્ગલોર માટે રમતો મોટો ભાઈ કૃણાલ પંડ્યા આક્રમક ઉજવણી કર્યા બાદ જેકબ ડફીને અભિનંદન આપતો જોવા મળ્યો હતો, જ્યારે હાર્દિક પંડ્યા તેને તિરછી નજરથી જોતો હતો.


રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચેની ટક્કરમાં પંડ્યા બ્રધર્સ વચ્ચેની રસાકસી ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. સામાન્ય રીતે મેદાન પર એકબીજા પર પ્રેમ વરસાવતા બરોડાના આ બન્ને ભાઈઓ રવિવારની મૅચમાં એકબીજા સામે આક્રમક જોવા મળ્યા હતા.  પહેલા જ બૉલ પર કૃણાલ પંડ્યાના બાઉન્સરને કારણે હાર્દિક પંડ્યા ચોંક્યો હતો અને શૉટ મારવાનું ચૂક્યો હતો. મુંબઈનો કૅપ્ટન હાર્દિક પંડ્યા બાવીસ બૉલમાં ૪૦ રન ફટકારીને જેકબ ડફીની ઓવરમાં રોમારિયો શેફર્ડના હાથે કૅચઆઉટ થયો હતો. એ વખતે બૅન્ગલોર માટે રમતો મોટો ભાઈ કૃણાલ પંડ્યા આક્રમક ઉજવણી કરતો જોવા મળ્યો હતો. આ દરમ્યાન હાર્દિક પંડ્યા તિરછી નજરથી પોતાના મોટા ભાઈને જોતો જોવા મળ્યો હતો.

12 લાખ રૂપિયાનો દંડ થયો મુંબઈના કૅપ્ટન હાર્દિક પંડ્યાને સ્લો ઓવર-રેટ બદલ. અગાઉ શ્રેયસ ઐયર, શુભમન ગિલ અને ઋતુરાજ ગાયકવાડને આ દંડ થયો છે.


IPL 2025થી હમણાં સુધી 32 હાઇએસ્ટ બાઉન્સર સ્પિનર હોવા છતાં કૃણાલ પંડ્યાએ ફેંક્યા છે


મૅચ બાદ બન્ને ભાઈઓએ એકબીજાની સામે આવવાનું અને હાથ મિલાવવાનું ટાળ્યું હતું.  નોંધનીય છે કે કૃણાલે અમદાવાદમાં T20 વર્લ્ડ કપ ફાઇનલમાં હાજરી આપી નહોતી અને હાર્દિક માટે અભિનંદન પોસ્ટ પણ શૅર નહોતી કરી જેના કારણે બન્ને વચ્ચે મતભેદની અટકળો શરૂ થઈ હતી.

 


Whatsapp-channel Whatsapp-channel

14 April, 2026 02:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK