આજે પચીસમી ઑક્ટોબરે પહેલી સેમી ફાઇનલ મૅચ બપોરે ૨.૩૦ વાગ્યાથી શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાશે, જ્યારે બીજી સેમી ફાઇનલ સાંજે ૭ વાગ્યાથી અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રમાશે
બીજી સેમી ફાઇનલ સાંજે ૭ વાગ્યાથી અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે
આજે મસ્કતમાં મેન્સ ઇમર્જિંગ એશિયા કપ 2024ની બે સેમી ફાઇનલ મૅચની ટક્કર જોવા મળશે. આજે પચીસમી ઑક્ટોબરે પહેલી સેમી ફાઇનલ મૅચ બપોરે ૨.૩૦ વાગ્યાથી શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે રમાશે, જ્યારે બીજી સેમી ફાઇનલ સાંજે ૭ વાગ્યાથી અફઘાનિસ્તાન અને ભારત વચ્ચે રમાશે.
૨૭ ઑક્ટોબરે ફાઇનલમાં સતત બીજી વાર ભારત અને પાકિસ્તાનની ટક્કર થવાની સંભાવના છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનને ચાર અને ભારતને બે વાર ફાઇનલ રમવાની તક મળી છે ટુર્નામેન્ટની પહેલી સીઝન ભારતે પાકિસ્તાન સામે ૯ વિકેટે જીતી હતી, જ્યારે ૨૦૨૩માં ભારત સામે ૧૨૮ રને જીત મેળવી પાકિસ્તાને છેલ્લી સીઝન જીતી હતી. ગ્રુપ Aમાં શ્રીલંકા અને અફઘાનિસ્તાન જ્યારે ગ્રુપ Bમાં ભારત અને પાકિસ્તાન ટૉપ-ટૂ ટીમ રહી છે. ભારતીય ટીમ આ સીઝનમાં પોતાની ત્રણેય ગ્રુપ-સ્ટેજ મૅચ જીતીને અજેય રહી છે.