રવિવારે ઇરફાન પઠાણના સુકાનવાળી ભીલવાડા કિંગ્સનો ક્રિસ ગેઇલની ગુજરાત જાયન્ટ્સ ટીમ સામે વિજય થયો હતો.

યુસુફ પઠાણને ભેટમાં જોઈએ છે ગેઇલનું બૅટ
‘યુનિવર્સ બૉસ’ તરીકે જાણીતો ક્રિસ ગેઇલ ભૂતપૂર્વ ઑલરાઉન્ડર યુસુફ પઠાણ લેજન્ડ્સ લીગ ક્રિકેટમાં ભલે અલગ ટીમમાં છે, પણ એકમેકની ક્રિકેટ ટૅલન્ટ પર તેમને ખૂબ માન છે. રવિવારે ઇરફાન પઠાણના સુકાનવાળી ભીલવાડા કિંગ્સનો ક્રિસ ગેઇલની ગુજરાત જાયન્ટ્સ ટીમ સામે વિજય થયો હતો. મૅચ પછી યુસુફ પઠાણે કહ્યું કે ‘હું હંમેશાં ગેઇલની બૅટિંગ પરથી કંઈક ને કંઈક નવું શીખ્યો છું. તે પાવર-હિટર છે અને ભલભલા બોલિંગ-આક્રમણને વશમાં કરી ચૂક્યો છે. મને જો તેનું એકાદ બૅટ ભેટ મળે તો હું એને મૂલ્યવાન ગણીને હંમેશાં સાચવી રાખીશ.’
ગેઇલે પ્રતિક્રિયામાં કહ્યું કે ‘યુસુફને મારું બૅટ જોઈએ છે. હું તેને જરૂર આપીશ. ખરું કહું તો હું મારા બૅટના બદલામાં તેનું એક બૅટ મને મળે એવું ઇચ્છીશ.’

