લખનઉના ખેલાડીને દિલ્હીએ આપ્યું હતું એક જીવતદાન
મૅચ દરમ્યાન લખનઉનો ખેલાડી કાઇલી માયર્સ.
આઇપીએલમાં પોતાની પહેલી જ મૅચ રમી રહેલા વેસ્ટ ઇન્ડીઝના કાઇલી માયર્સે ૩૮ બૉલમાં ફટકારેલા ૭૩ રનના કારણે લખનઉની ટીમે દિલ્હી સામેની પહેલી મૅચમાં છ વિકેટે ૧૯૩ રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કૉકને બદલે રમી રહેલા માયર્સે બે ફોર ઉપરાંત સાત સિકસર ફટકારી હતી. તેણે દીપક હૂડા (૧૭ ) અને નિકોલસ પૂરણ (૩૬) સાથે પાર્ટનરશિપ કરી હતી. માયર્સ કૅપ્ટન લોકેશ રાહુલ સાથે ઓપનિંગમાં આવ્યો હતો. ચેતન સાકરિયાના બૉલમાં ખલીલ અહમદે તેનો એક સરળ કૅચ છોડી જીવતદાન આપ્યું હતું, જે દિલ્હીને બહુ નુકસાનકારક સાબિત થયું હતું.


