Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > News In Short: કુસાલ મેન્ડિસ છાતીમાં દુખાવા બાદ હૉસ્પિટલમાં

News In Short: કુસાલ મેન્ડિસ છાતીમાં દુખાવા બાદ હૉસ્પિટલમાં

24 May, 2022 04:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈસીજીના રિપોર્ટ મુજબ મેન્ડિસને છાતીના સ્નાયુઓમાં જ દુખાવો હોવાનું મનાય છે.

 કુસાલ મેન્ડિસ છાતીમાં દુખાવા બાદ હૉસ્પિટલમાં

કુસાલ મેન્ડિસ છાતીમાં દુખાવા બાદ હૉસ્પિટલમાં


ભારત-પાકિસ્તાન હૉકી મૅચ ૧-૧થી ડ્રૉ

જકાર્તામાં ગઈ કાલે શરૂ થયેલી પુરુષોની એશિયા કપ હૉકી સ્પર્ધામાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ૧-૧થી ડ્રૉમાં પરિણમ્યો હતો. ભારત વતી એકમાત્ર ગોલ કાર્તિ સેલ્વમે પોતાની આ ડેબ્યુ મૅચમાં કર્યો હતો. જોકે પાકિસ્તાને ૫૯મી મિનિટમાં ગોલ કરી લેતાં મૅચ ડ્રૉમાં પરિણમી હતી. અબ્દુલ રાણાના આ ગોલથી ભારતના કરોડો હૉકીપ્રેમીઓ નિરાશ થયા હતા. ભારત આજે જપાન સામે રમશે. મલેશિયાએ ઓમાનને ૭-૦થી અને સાઉથ કોરિયાએ બંગલાદેશને ૬-૧થી હરાવ્યું હતું.



કુસાલ મેન્ડિસ છાતીમાં દુખાવા બાદ હૉસ્પિટલમાં
શ્રીલંકાના વિકેટકીપર-બૅટર કુસાલ મેન્ડિસને ગઈ કાલે બંગલાદેશ સામેની બીજી ટેસ્ટમાં લંચ પહેલાં મેદાન પર છાતીમાં દુખાવો શરૂ થતાં તેને ઢાકાની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઈસીજીના રિપોર્ટ મુજબ મેન્ડિસને છાતીના સ્નાયુઓમાં જ દુખાવો હોવાનું મનાય છે.


૨૪ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા પછી બંગલાદેશના ૨૭૭/૫
મીરપુરમાં ગઈ કાલે શ્રીલંકા સામેની બીજી ટેસ્ટના પહેલા દિવસે યજમાન બંગલાદેશે ૨૪ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ મુશ્ફીકુર રહીમ (૧૧૫ નૉટઆઉટ) તથા લિટન દાસ (૧૩૫ નૉટઆઉટ) વચ્ચેની છઠ્ઠી વિકેટ માટેની વિક્રમજનક ૨૫૩ રનની અતૂટ ભાગીદારીની મદદથી રમતના અંત સુધીમાં ૨૭૭/૫નો સ્કોર નોંધાવ્યો હતો. શ્રીલંકાના પેસ બોલર્સ કાસુન રજિથાએ ત્રણ અને અસિથા ફર્નાન્ડોએ બે વિકેટ લીધી હતી. મુશ્ફીકુરની આ નવમી અને દાસની ત્રીજી સેન્ચુરી છે. શાકિબ સહિત ત્રણ બૅટર્સ ઝીરોમાં આઉટ થયા હતા.

સુપરનોવાસ ટીમની ટૉપ-ઑર્ડર ચમકી ગઈ


વિમેન્સ ટી૨૦ ચૅલેન્જમાં ગઈ કાલે પુણેમાં પ્રથમ મૅચ હરમનપ્રીત કૌરની કૅપ્ટન્સીવાળી સુપરનોવાસ અને સ્મૃતિ મંધાનાના નેતૃત્વવાળી ટ્રેઇલબ્લેઝર્સ વચ્ચે રમાઈ હતી જેમાં સુપરનોવાસે બૅટિંગ લીધા પછી ૨૦ ઓવરમાં ૧૬૩ રન બનાવ્યા હતા.
પ્રિયા પુનિયા (૨૦ બૉલમાં બાવીસ રન), ડીએન્ડ્રા ડૉટિન (૧૭ બૉલમાં ૩૨), હર્લીન દેઓલ (૧૯ બૉલમાં ૩૫) અને હરમનપ્રીત (૨૯ બૉલમાં ૩૭)ની ઉપયોગી ઇનિંગ્સને લીધે જ આ ટીમ ૧૫૦-પ્લસનો ટાર્ગેટ મંધાનાની ટીમને આપી શકી હતી. આખી ટીમમાં માત્ર બે સિક્સર ગઈ હતી, પરંતુ પછીથી સુપરનોવાસની પૂજા વસ્ત્રાકર સહિતની બોલર્સે મંધાનાની ટીમને મોટી મુસીબતમાં મૂકી દીધી હતી. આજે પુણેમાં જ બપોરે ૩.૩૦ વાગ્યાથી સુપરનોવાસ અને દીપ્તિ શર્માની વેલોસિટી ટીમ વચ્ચે મૅચ રમાશે.

૨૭મીએ ઍન્ડ્ર‍યુ સાયમન્ડ્સની મેમોરિયલ સર્વિસ 
૧૪ મેએ કાર-અકસ્માતમાં મૃત્યુ પામેલા ઑસ્ટ્રેલિયાના ૪૬ વર્ષના ભૂતપૂર્વ ઑલરાઉન્ડર ઍન્ડ્ર‍યુ સાયમન્ડ્સની મેમોરિયલ સર્વિસ ૨૭ મેએ ક્વીન્સલૅન્ડ સ્ટેટમાં ટાઉન્સવિલ ખાતે યોજાશે, એમ તેના પરિવારજનોએ જણાવ્યું હતું. આ મેમોરિયલમાં ઇયાન હિલી, ઍડમ ગિલક્રિસ્ટ, ડૅરેન લીમન, જિમી માહેર વગેરે ક્રિકેટજગતની જાણીતી હસ્તીઓ હાજરી આપશે. ભૂતપૂર્વ ખેલાડીઓ ‘નો-જૅકેટ, નો-ટાઇ’ પર આધારિત આ મેમોરિયલમાં ઍન્ડ્રયુ સાયમન્ડ્સ લાઇફ સેલિબ્રેટ કરશે. એક અહેવાલ મુજબ સાયમન્ડ્સનો અકસ્માત થયો એના થોડા કલાકો પહેલાં તેણે એક ક્લબમાં જઈને થોડું ડ્રિન્ક્સ લીધું હતું, ઘરે પાછો આવ્યો હતો અને બન્ને પાળેલા શ્વાનને લઈ પાછો કારમાં ક્યાંક ગયો હતો અને થોડા કલાકો બાદ તેના મૃત્યુના ન્યુઝ આવ્યા હતા.

પ્રજ્ઞાનાનંદ ક્વૉર્ટરમાં ચીનના વેઈ યી સામે રમશે
ભારતનો ટીનેજ ચેસ ગ્રૅન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનાનંદ ચેસેબલ માસ્ટર્સ ૨૦૨૨ ઑનલાઇન ટુર્નામેન્ટની ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો છે. તાજેતરમાં વર્લ્ડ ચૅમ્પિયન મૅગ્નસ કાર્લસનને બીજી વાર હરાવનાર પ્રજ્ઞાનાનંદ ક્વૉર્ટરમાં ચીનના વેઈ યી સામે રમશે. ક્વૉર્ટરમાં પહોંચવા પ્રજ્ઞાનાનંદે ભારતના જ વિદિત ગુજરાતીને હરાવ્યો હતો. પ્રજ્ઞાનાનંદ પચીસ પૉઇન્ટ સાથે ચોથા નંબર પર રહેતાં તેને ક્વૉર્ટરમાં જવા મળ્યું છે. ક્વૉર્ટરના પહેલા ત્રણ ક્રમના પ્લેયર્સમાં નેધરલૅન્ડ્સના અનિશ ગિરી (૨૯ પૉઇન્ટ), નોર્વેના કાર્લસન (૨૮) અને ચીનના ડિન્ગ લાઇરેન (૨૫)નો સમાવેશ છે. ક્વૉર્ટરથી વંચિત રહેનાર ભારતના પી. હરિક્રિષ્નના ૧૮ અને વિદિત ગુજરાતીના ૧૭ પૉઇન્ટ હતા.

વર્લ્ડ કપ માટે ઇઝરાયલે ડાયરેક્ટ ફ્લાઇટ માગી
આ વર્ષના નવેમ્બર-ડિસેમ્બરમાં આરબ દેશ કતારમાં યોજાનારા ફિફા ફુટબૉલ વર્લ્ડ કપ વખતે પોતાના પ્લેયર્સ અને સૉકરપ્રેમીઓ માટે ડાયરેક્ટ ફ્લાઇટની વ્યવસ્થા થાય એવી માગણી ઇઝરાયલે કતાર પાસે કરી છે. આ માગણી સ્વીકારાશે તો ઇઝરાયલથી કતાર જનારા ૧૫,૦૦૦ જેટલા ફુટબૉલલવર્સને ફાયદો થશે. 

Whatsapp-channel Whatsapp-channel

24 May, 2022 04:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK