બ્રાવોએ ગઈ કાલે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને KKRના મેન્ટર તરીકેની નવી જવાબદારીની જાહેરાત કરી
બ્રાવો
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૨૦૨૫ની સીઝન માટે કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR)એ મેન્ટર તરીકે વેસ્ટ ઇન્ડીઝના ડ્વેઇન બ્રાવોની નિમણૂક કરી છે. ૨૦૨૪માં KKRને ચૅમ્પિયન બનાવનાર ગૌતમ ગંભીર ભારતીય ક્રિકેટ ટીમનો હેડ કોચ બન્યો એને પગલે ખાલી થયેલી મેન્ટરની જગ્યાએ બ્રાવોની પસંદગી થઈ છે. બ્રાવોએ ગઈ કાલે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને KKRના મેન્ટર તરીકેની નવી જવાબદારીની જાહેરાત કરી હતી.