નવ વર્ષ બાદ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફિફ્ટી ફટકારીને તે IPLમાં ૧૫મી વાર પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો
‘કાંતારા’ ફિલ્મની સ્ટાઇલમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર કે. એલ. રાહુલે બૅટ સાથે અનોખું સેલિબ્રેશન કર્યું હતું
બૅન્ગલોરમાં જન્મેલા ૩૨ વર્ષના સ્ટાર બૅટર કે. એલ. રાહુલે ગુરુવારે પોતાની જૂની ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB) સામે ૯૩ રનની અણનમ ઇનિંગ્સ રમીને દિલ્હી કૅપિટલ્સ (DC)ને યાદગાર જીત અપાવી હતી. તેણે ટ્રિસ્ટન સ્ટબ્સ (૨૩ બૉલમાં ૩૮ રન અણનમ) સાથે પાંચમી વિકેટ માટે ૧૧૧ રનની પાર્ટનરશિપ કરી હતી જે દિલ્હી માટે પાંચમી કે એથી નીચેની વિકેટના મામલે સૌથી મોટી પાર્ટનરશિપ હતી. તેણે પોતાના હોમ ગ્રાઉન્ડ પર ત્રીજી વાર IPL ફિફ્ટી ફટકારી છે. આ પહેલાં તેના બૅટથી બૅન્ગલોર માટે ૨૦૧૬માં આવી ઇનિંગ્સ આવી હતી. નવ વર્ષ બાદ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ફિફ્ટી ફટકારીને તે IPLમાં ૧૫મી વાર પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ જીત્યો હતો, તે ૨૦૧૮થી IPLમાં સૌથી વધુ ૧૫ પ્લેયર ઑફ ધ મૅચ અવૉર્ડ જીતનાર પ્લેયર બન્યો છે.
આ મારું ગ્રાઉન્ડ છે, મારું ઘર છે. હું એને બીજા બધા કરતાં વધારે સારી રીતે જાણું છું.
- એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જીત્યા બાદ કે. એલ. રાહુલ

