Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPL 2026ની ફાઇનલ વિશે ખુલાસો કરતાં જૉસ બટલર કહે છે કે...

IPL 2026ની ફાઇનલ વિશે ખુલાસો કરતાં જૉસ બટલર કહે છે કે...

Published : 05 June, 2026 01:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

મારા પહેલાં નિશાંત સિંધુને ત્રીજા ક્રમે બૅટિંગ કરાવવાનો હેડ કોચનો નિર્ણય કામ ન લાગ્યો...

જૉસ બટલર, આશિષ નેહરા

જૉસ બટલર, આશિષ નેહરા


IPL 2026ની ફાઇનલ મૅચમાં ગુજરાત ટાઇટન્સના બૅટિંગ-યુનિટના સંઘર્ષના સમયમાં જૉસ બટલરને ત્રીજાને બદલે ચોથા ક્રમે રમાડવાના નિર્ણયથી સૌ કોઈ હેરાન હતું. આ ઘટના વિશે જૉસ બટલરે ખુલાસો કર્યો કે ‘જ્યારે પહેલી વિકેટ પડી ત્યારે હું મારી હેલ્મેટ પહેરવા ઊભો થયો, પણ હેડ કોચ આશિષ નેહરાએ મને બેસાડી દીધો અને યંગ બૅટર નિશાંત સિંધુને ત્રીજા ક્રમે બૅટિંગ માટે મોકલ્યો હતો. મૅચ બાદ હેડ કોચને મેં જ્યારે પૂછ્યું ત્યારે તેણે મને કહ્યું કે મને એ સમયે આ નિર્ણય યોગ્ય લાગ્યો. જોકે હેડ કોચનો એ નિર્ણય કામ ન લાગ્યો. જ્યારે હું બૅટિંગ કરી રહ્યો હતો ત્યારે હું ઇનિંગ્સને અંત સુધી લઈ જવા ઇચ્છતો હતો, કારણ કે અમે થોડી વિકેટ ગુમાવી દીધી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

05 June, 2026 01:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK