એ પર્થ સ્કૉર્ચર્સનાં સ્પેશ્યલ એડિશન શૂઝ છે
તસવીર સૌજન્યઃ સોશ્યલ મીડિયા
બિગ બૅશ લીગ (BBL)માં પર્થ સ્કૉર્ચર્સનો ફાસ્ટ બોલર જોએલ પૅરિસ હાલમાં પોતાનાં શૂઝને કારણે ચર્ચામાં આવ્યો હતો. ૩૩ વર્ષનો આ ફાસ્ટ બોલર રંગબેરંગી શૂઝ પહેરીને ઍડીલેડ સ્ટ્રાઇકર્સ સામે રમ્યો હતો. એ પર્થ સ્કૉર્ચર્સનાં સ્પેશ્યલ એડિશન શૂઝ છે. એના પર કરેલી ડિઝાઇન ટીમની ટ્રેઇનિંગ કિટ પર પણ જોવા મળી હતી. પર્થ ટીમની ૧૪ બૉલમાં ૩૩ રનની જીતમાં જોએલ પૅરિસે ૨૦ રન ફટકારવાની સાથે બાવીસ રન આપીને ૩ વિકેટ પણ લીધી હતી.


