મુંબઈ ઍરપોર્ટની સુરક્ષામાં તહેનાત CISFના જવાનો સાથે વિમેન્સ વર્લ્ડ કપ સ્ટાર જેમિમા રૉડ્રિગ્સે હાલમાં સ્પેશ્યલ મુલાકાત કરી હતી
જેમિમાએ અધિકારીઓ અને જવાનો સાથે સેલ્ફી અને ફોટો પણ પડાવ્યા હતા.
મુંબઈ ઍરપોર્ટની સુરક્ષામાં તહેનાત CISFના જવાનો સાથે વિમેન્સ વર્લ્ડ કપ સ્ટાર જેમિમા રૉડ્રિગ્સે હાલમાં સ્પેશ્યલ મુલાકાત કરી હતી. ભારતને વર્લ્ડ ચૅમ્પિયન બનાવવામાં નોંધપાત્ર પ્રદર્શન કરવા બદલ તેનું ઉષ્માભર્યું સ્વાગત કરીને ખાસ વિક્ટરી-કેક કાપીને જીતની ઉજવણી કરવામાં આવી હતી. જેમિમાએ અધિકારીઓ અને જવાનો સાથે સેલ્ફી અને ફોટો પણ પડાવ્યા હતા.
કેમ ઑસ્ટ્રેલિયાની ફ્લાઇટ પકડી જેમિમાએ?
પચીસ વર્ષની સ્ટાર બૅટર જેમિમા રૉડ્રિગ્સે વર્લ્ડ કપ જીત્યાના એક અઠવાડિયાની અંદર મુંબઈથી ઑસ્ટ્રેલિયા માટે ફ્લાઇટ પકડી છે. તે આજથી ઑસ્ટ્રેલિયામાં શરૂ થતી વિમેન્સ બિગ બૅશ લીગની સીઝનમાં સિલેક્ટ થનાર એકમાત્ર ભારતીય છે. તે આ ટુર્નામેન્ટની ચોથી અને બ્રિસબેન હીટ માટે બીજી સીઝન રમતી જોવા મળશે. ૮ ટીમ વચ્ચેની વિમેન્સ બિગ બૅશ લીગની ચોથી સીઝનની ફાઇનલ મૅચ ૧૩ ડિસેમ્બરે રમાશે.


