Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > જમ્મુ ઍન્ડ કાશ્મીર અને રેસ્ટ ઑફ ઇન્ડિયા આજથી ઈરાની કપ 2026-’27 માટે ટકરાશે

જમ્મુ ઍન્ડ કાશ્મીર અને રેસ્ટ ઑફ ઇન્ડિયા આજથી ઈરાની કપ 2026-’27 માટે ટકરાશે

Published : 01 October, 2026 12:16 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કૅપ્ટન રિષભ પંતની આગેવાનીમાં રેસ્ટ ઑફ ઇન્ડિયામાં સ્ટાર પ્લેયર્સ રમશે

ઈરાની કપ

ઈરાની કપ


શ્રીનગરના શેર-એ-કશ્મીર સ્ટેડિયમમાં આજથી ઈરાની કપ 2026-’27 માટે જમ્મુ ઍન્ડ કાશ્મીર અને રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમો ટકરાશે. ૧૯૬૦માં રણજી ટ્રોફીની પચીસમી વર્ષગાંઠથી રણજી ચૅમ્પિયન અને રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમો વચ્ચે આ ઈરાની કપ મૅચ રમાઈ રહી છે. ટ્રોફીનું નામ ભારતીય ક્રિકેટ બોર્ડના ભૂતપૂર્વ ખજાનચી અને પ્રમુખ ઝાલ આર. ઈરાનીના સન્માનમાં રાખવામાં આવ્યું છે. 
રેસ્ટ ઑફ ઇન્ડિયાની ટીમ ઈરાની કપમાં ૩૦ વખત જીતી છે. બે વખત ખરાબ હવામાન જેવા કારણોસર તેમણે હરીફ ટીમો સાથે ટ્રોફી શૅર કરી છે. મુંબઈએ ૩૦ વખત મૅચ રમીને ૧૫ વખત ઈરાની કપ જીત્યો છે અને એક વખત ટ્રોફી શૅર કરી છે. છેલ્લા ઈરાની કપમાં વિદર્ભની ટીમ ચૅમ્પિયન 
બની હતી. 
સ્ટાર વિકેટકીપર-બૅટર રિષભ પંતની આગેવાનીમાં રેસ્ટ ઑફ ઇન્ડિયામાં સરફરાઝ ખાન, સારાંશ જૈન, અનુકૂલ રૉય, આકાશ દીપ, માનવ સુથાર, મુકેશ કુમાર જેવા જાણીતા ચહેરાઓ જોવા મળશે. પીઠના નીચેના ભાગમાં 
સ્ટ્રેસ-ફ્રૅક્ચરને કારણે ૭ મહિના સુધી રમતથી દૂર રહેનાર પ્રતિભાશાળી ઝડપી બોલર આકાશ દીપને પોતાની ફિટનેસ સાબિત કરવાની અને બોલિંગનો લય પાછી મેળવવાની તક મળશે.
રણજી ચૅમ્પિયન જમ્મુ ઍન્ડ કાશ્મીર પારસ ડોગરાની આગેવાનીમાં રમશે. તેમની પહેલી રણજી ટ્રોફી ફાઇનલ જીતનો હીરો ફાસ્ટ બોલર આકિબ નબી ભારતીય વન-ડે સ્ક્વૉડમાં હોવાથી આ મૅચનો ભાગ નહીં બનશે. શ્રીનગરમાં લાંબા સમયથી આટલા મોટા સ્તરની મૅચ યોજાઈ નથી અને સામાન્ય જનતા માટે મફત પ્રવેશ હોવાથી યજમાન ટીમને જબરદસ્ત સમર્થન મળવાની અપેક્ષા છે. 


Whatsapp-channel Whatsapp-channel

01 October, 2026 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK