ઇશાંત શર્મા જીવે છે રાજાઓની જેમ,જાણો તેની પાસે કેટલી કરોડોની સંપત્તિ છે
ઇશાંત શર્મા અને તેની પત્ની પ્રતિમા સિંહ
Mumbai : ભારતીય ટીમ હાલ વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસે છે. ટી20 અને વન-ડે શ્રેણી પર કબ્જો જમાવ્યા બાદ હાલ ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ 2 ટેસ્ટ મેચ આઇસીસીની ટેસ્ટ ચેમ્પિયનશિપનો એક ભાગ છે. તેથી ભારતીય ટીમ આ સિરીઝની બધી મેચોને દરેક પરિસ્થિતિમાં જીતવા પ્રયાસ કરશે.
બીજી ટેસ્ટમાં ઇશાંતે તરખાટ મચાવતા 5 વિકેટ ઝડપી હતી
22 ઓગસ્ટથી શરૂ થયેલી ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં ભારતીય ટીમે પહેલા દિવસે 6 વિકેટના નુકસાન પર 203 રન બનાવ્યા હતા. ત્યાર બાદ ભારતીય ટીમ બીજા દિવસની રમતમાં 297 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચના બીજા દિવસના અંત સુધીમાં વેસ્ટ ઇન્ડીઝે 8 વિકેટ પર 189 રન બનાવ્યા હતા, જ્યારે ઇશાંત શર્માએ વેસ્ટ ઇન્ડીઝની ઇનિંગ્સમાં ભારતીય ટીમ માટે 5 વિકેટ ઝડપી હતી.
આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

ઇશાંતે 2007માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યું કર્યું હતું
તો આજે અમે તમને ઇશાંત શર્મા સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ, 2 સપ્ટેમ્બર 1988 ના રોજ જન્મેલા ઇશાંત શર્માએ વર્ષ 2007 માં બાંગ્લાદેશ સામે ભારતીય ટીમમાં પ્રવેશ કર્યો હતો. ઇશાંત શર્મા ભારતીય ટીમના શ્રેષ્ઠ ટેસ્ટ બોલરોમાંના એક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ઇશાંત શર્માએ અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં 272 વિકેટ ઝડપી છે. જોકે વર્ષ 2016 બાદ તેને વનડે ટીમ સાથે રમવાનો મોકો મળ્યો નથી.
આ પણ જુઓ : પર્ફેક્ટ કપલ છે ચેતેશ્વર અને પૂજા, આ તસવીરો છે પુરાવો
આટલા કરોડની સંપતીનો માલિક છે ઇશાંત શર્મા
એ જ ઇશાંત શર્મા રાજાઓની જેમ તેમનું અંગત જીવન જીવે છે, ઇશાંતની કુલ સંપત્તિ વિશે વાત કરતાં ટાઇમ્સ નાઉના અહેવાલ મુજબ, ઇશાંત શર્મા 45 કરોડ રૂપિયાની સંપત્તિની માલિકી ધરાવે છે. ઇશાંત શર્માને દર વર્ષે આઈપીએલ રમવા માટે દિલ્હીની ટીમ પાસેથી રૂ. 1.1 કરોડ, તેમજ બીસીસીઆઈ તરફથી દર વર્ષે 5 કરોડનો પગાર મળે છે.


