IPLના ચૅરમૅન અરુણ ધુમલે આગામી મીડિયા-રાઇટ સીઝન ૨૦૨૮થી ટુર્નામેન્ટમાં કોઈ પણ નવી ટીમ ઉમેર્યા વગર ૮૪થી ૯૪ મૅચ રમાશે એવા સંકેત આપ્યા છે. ૨૦૨૨થી હમણાં સુધી IPLમાં ૧૦ ટીમ વચ્ચે ૭૪ મૅચની સીઝન રમાઈ રહી છે.
અરુણ ધુમલ
IPLના ચૅરમૅન અરુણ ધુમલે આગામી મીડિયા-રાઇટ સીઝન ૨૦૨૮થી ટુર્નામેન્ટમાં કોઈ પણ નવી ટીમ ઉમેર્યા વગર ૮૪થી ૯૪ મૅચ રમાશે એવા સંકેત આપ્યા છે. ૨૦૨૨થી હમણાં સુધી IPLમાં ૧૦ ટીમ વચ્ચે ૭૪ મૅચની સીઝન રમાઈ રહી છે.
તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘અમે ICCમાં ચર્ચા કરી રહ્યા છીએ, અમે BCCIમાં આંતરિક ચર્ચા કરી રહ્યા છીએ. દ્વિપક્ષીય અને ICC ઇવેન્ટ્સ, ફ્રૅન્ચાઇઝી ક્રિકેટ અને T20 ક્રિકેટના સંદર્ભમાં ફૅન્સની રુચિ કેવી રીતે બદલાઈ રહી છે એ જોતાં અમે એના વિશે વધુ ગંભીરતાથી વાત કરવી પડશે અને રમતના હિસ્સેદારો માટે મહત્તમ મૂલ્ય કેવી રીતે બનાવી શકીએ એ જોવું પડશે. આદર્શ રીતે, અમે એક મોટી વિન્ડો રાખવા માગીએ છીએ, કદાચ કોઈ સમયે ૭૪થી ૮૪ અથવા ૯૪ મૅચ સુધી જઈશું... જેથી દરેક ટીમને ઘરે અને બહાર દરેક ટીમ સામે રમવાની તક મળે, એના માટે અમારે ૯૪ મૅચની જરૂર છે. હાલમાં (ટીમની સંખ્યા મામલે) દસ એક સારો આંકડો છે. ટુર્નામેન્ટમાં રસ અને આપણે જે ક્રિકેટ રમીએ છીએ એની ગુણવત્તા સર્વોપરી છે.’