Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > IPLની ટીમોને ખેલાડીઓની રૂમમાં હની-ટ્રૅપ અને ગેરકાયદે મુલાકાતીઓ માટે ચેતવણી મળી

IPLની ટીમોને ખેલાડીઓની રૂમમાં હની-ટ્રૅપ અને ગેરકાયદે મુલાકાતીઓ માટે ચેતવણી મળી

Published : 09 May, 2026 08:32 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડગઆઉટમાં ફોનના ઉપયોગ, રિયાન પરાગ અને યુઝવેન્દ્ર ચહલના વેપિંગકાંડને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડે આઠ પાનાંની માર્ગદર્શિકા તૈયાર કરી

IPL ટ્રૉફી

IPL ટ્રૉફી


IPL 2026માં ખેલાડીઓ, ટીમના માલિકો અને અધિકારીઓએ પ્રોટોકૉલનું ઉલ્લંઘન કર્યું હતું. ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના કે કાંડ ન થાય એ માટે ભારતીય ક્રિકેટે બોર્ડે તમામ ૧૦ ટીમને આઠ પાનાંની માર્ગદર્શિકા મોકલી દીધી છે જેમાં ગેરવર્તણૂક અને પ્રોટોકૉલના ભંગની ચોક્કસ ઘટનાઓ તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે જે વ્યક્તિઓને કાનૂની જવાબદારી અને ગંભીર સુરક્ષા જોખમમાં મૂકી શકે છે. ક્રિકેટ બોર્ડ દ્વારા આપવામાં આવેલાં કેટલાંક સૂચનો આ મુજબનાં છે : ટીમ-મૅનેજરની મંજૂરી વિના અનધિકૃત વ્યક્તિઓ ખેલાડીઓની હોટેલરૂમમાં પ્રવેશી રહ્યા છે. આ ઘટનાઓ પર તાત્કાલિક અસરથી સખત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ટીમ-મૅનેજરની પૂર્વજાણકારી અને સ્પષ્ટ લેખિત મંજૂરી વિના કોઈ પણ ખેલાડી અથવા સપોર્ટ-સ્ટાફના સભ્યને હોટેલરૂમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મહેમાનો અને મુલાકાતીઓએ ફક્ત હોટેલના નિયુક્ત જાહેર વિસ્તારોમાં, જેમ કે લૉબી અથવા હોટેલ રિસેપ્શન લાઉન્જમાં જ મળવા જોઈએ. ટીમ મૅનેજર દ્વારા લેખિતમાં ખાસ પરવાનગી ન મળે ત્યાં સુધી કોઈ પણ મહેમાનને હોટેલરૂમમાં લઈ જઈ શકાશે નહીં.

ટુર્નામેન્ટમાં જાતીય શોષણ અને હની-ટ્રૅપનું જોખમ છે. IPL ફ્રૅન્ચાઇઝીઓએ આવાં જોખમોને ઘટાડવા માટે હંમેશાં સતર્ક અને સક્રિય રહેવાની ચેતવણી આપવામાં આવે છે. IPL ટીમના માલિકો અને તેમના પ્રતિનિધિઓને ચાલુ મૅચ દરમ્યાન ડગઆઉટ, ડ્રેસિંગ રૂમ અથવા પ્લેઇંગ એરિયામાં ખેલાડીઓ અથવા ટીમના અધિકારીઓ સાથે વાતચીત કરવા અથવા શારીરિક રીતે ઍક્સેસ કરવા પર સખત પ્રતિબંધ છે. ડ્રેસિંગ રૂમ અને ટુર્નામેન્ટનાં સ્થળોના અન્ય પ્રતિબંધિત વિસ્તારોમાં વૅપિંગ કરવાના કિસ્સા ક્રિકેટ બોર્ડના ધ્યાન પર લાવવામાં આવ્યા છે. એ નોંધવું યોગ્ય છે કે ભારતીય કાયદા હેઠળ વૅપ અને ઇલેક્ટ્રૉનિક સિગારેટ પ્રતિબંધિત છે. એવું ધ્યાનમાં આવ્યું છે કે અમુક ટીમના સભ્યોએ અધિકૃત સુરક્ષા-કર્મચારીઓ વિનંતી કરે ત્યારે ચકાસણી માટે તેમનાં ઍક્રેડિટેશન કાર્ડ રજૂ કરવામાં અનિચ્છા દર્શાવી છે. આ વર્તન અસ્વીકાર્ય છે અને મૂળભૂત ઇવેન્ટ સુરક્ષા પ્રોટોકૉલનું ઉલ્લંઘન છે. ટીમના સભ્યોએ સ્ટેડિયમ, ટીમ હોટેલ અને પ્રૅક્ટિસ સુવિધાઓ સહિત ઇવેન્ટ પરિસરમાં હંમેશાં તેમનાં ઍક્રેડિટેશન કાર્ડ સ્પષ્ટપણે પહેરવાં જોઈશે.



IPLના ક્રિકેટરની ગર્લફ્રેન્ડ બે વાર ટીમની માહિતી બહારના લોકોને લીક કરતી પકડાઈ


IPL 2026 વિશે ચોંકાવનારા અહેવાલ મળી રહ્યા છે. અહેવાલ અનુસાર IPLના એક ક્રિકેટરની ગર્લફ્રેન્ડ બે વાર ટીમસંબંધી માહિતી બહારના લોકોને લીક કરતી પકડાઈ હતી. ક્રિકેટરની ફ્રૅન્ચાઇઝીના માલિકે ભારતીય ક્રિકેટ બોર્ડનો સંપર્ક કર્યો અને ‘શું કરવું અને શું ન કરવું’ એનું વિગતવાર લિસ્ટ માગ્યું હતું જેના પગલે ક્રિકેટ બોર્ડે એક નવી માર્ગદર્શિકા રજૂ કરવાની ફરજ પડી છે. નોંધનીય છે કે ક્રિકેટ બોર્ડે ખેલાડીઓને હની-ટ્રૅપના ભય વિશે પણ ચેતવણી આપી છે.


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2026 08:32 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK